Monsoon Update: મે મહિનાના આકરા તાપમાં આખુ ભારત શેકાઇ રહ્યું છે. આખા દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો કાળઝાળ ગરમીથી ત્રસ્ત છે પરંતુ હવે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે પોતાના તાજા અપડેટમાં કહ્યું છે કે ગરમીનું મોજું ધીમે ધીમે ઓછુ થવા જઈ રહ્યું છે અને કેરળના ચોમાસા માટે સ્થિતિ અનુકૂળ બનવા લાગી છે. દેશમાં આગામી 24 કલાકમાં વરસાદ ખાબકશે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હરિયાણા, ચંદીગઢ-દિલ્હી અને પંજાબના મોટાભાગના વિસ્તારોમાં ગરમીથી ગંભીર ગરમીની સ્થિતિ પ્રવર્તી રહી છે, જ્યારે પશ્ચિમ ઉત્તરપ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ મધ્યપ્રદેશ, પૂર્વ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, જમ્મુમાં, વિદર્ભ અને છત્તીસગઢના વિવિધ વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ યથાવત રહી હતી.


ચોમાસાને લઇને હવામાન વિભાગે શું આપ્યુ અપડેટ 
હવામાન વિભાગે કહ્યું કે આગામી 24 કલાક દરમિયાન કેરળમાં ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. દરમિયાન, દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો માલદીવ અને કૉમોરિન ક્ષેત્રના બાકીના ભાગો, લક્ષદ્વીપ ક્ષેત્રના કેટલાક ભાગો, દક્ષિણપશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, ઉત્તર-પૂર્વીય બંગાળની ખાડી અને ઉત્તરપૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ બની રહ્યું છે.


ક્યાં-ક્યાં પડશે વરસાદ ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનો, ઓડિશામાં અલગ-અલગ હળવા/મધ્યમ વરસાદની શક્યતા છે અને 31 મેથી 2 જૂન દરમિયાન વાવાઝોડું, વીજળી અને તેજ પવનો (30-40 કિમી પ્રતિ કલાક) આ વિસ્તારોમાં ભારે પવનની શક્યતા છે .


આ પહેલા હવામાન વિભાગે કહ્યું હતું કે, જૂન મહિનામાં દેશના મોટાભાગના રાજ્યોમાં ગરમીનું મોજું રહેશે. IMDએ જણાવ્યું હતું કે, દક્ષિણ દ્વીપકલ્પના ભારતના ઘણા ભાગો સિવાય જૂનમાં માસિક મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે મધ્ય ભારતના ભાગો અને આસપાસના વિસ્તારોમાં ગરમીની સંભાવના છે.