નવી દિલ્લીઃ ભારતના રક્ષામંત્રી મનોહર પારિકરે ભારત અને અમેરિકા વચ્ચે થનાર સેન્ય સમજૂતી પર રૂસની ચિંતાને રદ્દ કરતા જણાવ્યું હતું કે, એક વિશ્વસનીય સહયોગીના રૂપમાં ભારત અને રૂસ પોતાના સહોયગને યથાવત રાખશે.


મનોહર પારિકરે નવી દિલ્લીમાં ભારત અને રૂસ વચ્ચે થનાર 16 મી બેઠકમાં સૈન્ય પ્રશિક્ષણ અન સંયુક્ત સૈન્ય અભ્યાસ વિશે બંને દેશો વચ્ચે સહોયગની વાતને મહત્વ આપ્યું હતું. ભારત અને રૂસ વચ્ચે ગોવામાં થયેલ બ્રિક્સ સમેલન બેઠકમાં એસ-400 મીસાઇલ સિસ્ટમ અને ચાર યુદ્ધ જહાજો સહિત 16 સૈન્ય સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.

મીડિયાએ પણ ભારત દ્વારા બે અરબ ડૉલર કિમતની રૂસની પરમાણુ સબમરીન ભાડેથી લેવાની માહિતી આપી હતી. તેમા કોઇ શંકા નથી કે ભારતે અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન સાથે હાલના વર્ષોમાં સેન્ય સમજૂતી કરી છે તેનાથી ભારત સેનિક અે પરમાણુ વિભાગમાં આ દેશોનો સૌથી મોટો ભાગીદાર બની ગયો છે.