રવિવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનન ખાનને એ નિવેદન પર ભારતે જવાબ આપ્યો જેમાં તેમને કહ્યું હતુ કે ભારતમાં કોરોના મહામારીની વચ્ચે મુસ્લિમોને ટાર્ગેટ કરાઇ રહ્યાં છે.
વિદેશ મંત્રાલયને પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે પાકિસ્તાની વડાપ્રધાનનું આ અર્થહિન નિવેદન પોતાના દેશમાં ચાલી રહેલી ઘરેલુ હિંસાના મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનું છે. ઇમરાને ટ્વીટ કરીને ભારત પર કેટલાક આરોપો લગાવ્યા હતા.
શ્રીવાસ્તવે કહ્યું કે ઇમરાન ખાન કોરોના સામે લડવાની જગ્યાએ આધારવિનાના આરોપો લગાવી રહ્યાં છે. ઇમરાન ખાને પોતાના દેશખમાં અલ્પસંખ્યકોની દયનીય હાલત પર ધ્યાન આપવુ જોઇએ, તે લોકો સાથે ઘોર અપરાધ થઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઇમરાન ખાને આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં ડોમિસાઇલ નિયમોની નિંદા કરી હતી, અને ભારત સરકારેને આડેહાથે લીધી હતી.
જ્યારે હાલ આખી દુનિયા મહામારી સામે ઝઝૂમી રહી છે, ત્યારે પાકિસ્તાન સીમા પર અવારનવાર ગોળીબારી કરી રહ્યુ છે. આતંકીઓને મોકલી રહ્યું છે.