વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતે કોરોના સંક્રમણના મામલે તમામ દેશોને પાછળ છોડી દીધા છે. હવે કોરોનાથી થનાર મોતના મામલે પણ ભારતે તમામ દેશોના રેકોર્ડ તોડી નાંખ્યા છે. અત્યાર સુધી અમેરિકા અને બ્રાઝીલમાં કોરોનાને કારણે થયેલ મોતના આંકડા વધારે હતા પરંતુ વિતેલા 10 દિવસોમાં ભારતમાં કોરોનાને કારણે સૌથી વધારે મોત થયા છે. વિતેલા 10 દિવોસમાં ભારતમાં કોરોનાને કારણે 36110 લોકોના મોત થયા છે. ગઈકાલે એટલે કે ગુરુવારે દેશમાં 4.14 લાખ કોરોનાના કેસ સામે આવ્યા હતા જ્યારે 3927 લોકોના મોત થયા હતા.


દર કલાકે 150 લોકોના મોત


વિતેલા 10 દિવસમાં રોજ 3000ની આસપાસ લોકોના મોત થઈ રહ્યા છે. આ દરમિયાન 36110 લોકોના મોત થયા છે. તેનો મતલબ એ થયો કે દેશમાં દર કલાકે 150 લોકોના મોત કોરોના વાયરસને કારણે થઈ રહ્યા છે. WHO અનુસાર 10 દિવસોમાં આ પહેલા સૌથી વધારે મોત અમેરિકામાં થયા હતા. 10 દિવસના ગાળામાં અમેરિકામાં સૌથી વધારે 34798 મોત થયા હતા જ્યારે બ્રાઝીલ આ મામલે બીજા નંબર પર હતું. બ્રાઝીલમાં 10 દિવસમાં સૌથી વધારે  મોત 32692 મોત નોંધાયા હતા. 10 દિવસના ગાળામાં મેક્સિકોમાં 13897 મોત નોંધાયા હતા જ્યારે બ્રિટનમાં આ આંકડો 13266નો હતો.


દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી.   


એક્ટિવ કેસ 36 લાખને પાર


દેશમાં એક્ટિવ કેસનો આંકડો 36 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,14,188 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3915 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,31,507 લોકો ઠીક પણ થયા છે.


કુલ કેસ-  બે કરોડ 14 લાખ 91 હજાર 594


કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 76 લાખ 12 હજાર 351


કુલ એક્ટિવ કેસ - 36 લાખ 45 હજાર 164


કુલ મોત - 2 લાખ 34 હજાર 083