નવી દિલ્હીઃ 2021માં થનારી વસ્તીગણતરીના આંકડા મોબાઇલ એપથી એકઠા કરવામાં આવશે. જેની જાહેરાત ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. સાથે તેમણે તમામ નાગરિકો માટે પાસપોર્ટ, આધાર, વોટરકાર્ડ સહિત તમામ ઓળખપત્રોને ભેગા કરીને એક આઇડી કાર્ડ બનાવવા પર કામ કરવાને લઇને કહ્યુ હતું. અમિત શાહે કહ્યું કે, આધાર, પાસપોર્ટ, બેન્ક એકાઉન્ટ્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને ચૂંટણી કાર્ડ જેવી તમામ સુવિધાઓ માટે એક જ કાર્ડ હોઇ શકે છે જેની સંભાવનાઓ છે. ગૃહમંત્રીએ કહ્યું કે, સરકાર આ વખતની વસ્તીગણતરી અત્યાર સુધીના સૌથી વધારે ખર્ચ કરવા જઇ રહી છે. અમે આ વખતે વસ્તીગણતરી અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર તૈયાર કરવા માટે લગભગ 12 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવા જઇ રહી છે. આધુનિક ટેકનિકનો ઉપયોગ કરતા 2021માં ડિઝિટલ રીતે વસ્તીગણતરી કરવામાં આવશે. વસ્તીગણતરી ભવનની આધારશિલા રાખવાના અવસર પર શાહે કહ્યું કે, પેપર પર વસ્તીગણતરીથી ડિઝિટલ વસ્તીગણતરી ટ્રાન્સફોર્મેશન હોવાનું કામ 2021ની વસ્તી ગણતરી બાદ સમાપ્ત થશે. વસ્તીગણતરી ડિઝિટલ ડેટા ઉપલબ્ધ હોવાના કારણે અનેક પ્રકારના વિશ્લેષણ માટે તેનો ઉપયોગ કરી શકાય છે. તેમણે કહ્યું કે આ પ્રકારની સિસ્ટમ હોવી જોઇએ જેમાં કોઇ વ્યક્તિનું મોત થવા પર એ જાણકારી વસ્તીગણતરીના આંકડામાં અપડેટ થઇ જાય.