Sig Sauer Assault Rifle: અમેરિકા અને ભારતની વચ્ચે થયેલા સિગ-સૉર અસૉલ્ટ રાયફલ (Sig Sauer Assault Rifle)ના સોદાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતે અમેરિકા (USA)ની સાથે થયેલા આ સોદાની બીજા જથ્થાને રદ્દ કરી દીધો છે. આ જથ્થામાં ભારતીય સેનાને લગભગ 72 હજાર અમેરિકન રાયફલ મળવાની હતી, પરંતુ પહેલા જથ્થામાં આવેલી પરેશાનીઓના કારણે ભારતે બીજો જથ્થાના સોદાને રદ્દ કરી દીધો છે.


સપ્ટેમ્બર 2020માં એલએસી (LAC) પર ચીન સાથે ચાલી રહેલા વિવાદ દરમિયાન રક્ષા મંત્રાલયે (Defence Ministry) અમેરિકા પાસેથી 72 હજાર વધારાની સિગ-સૉર અસૉલ્ટ રાયફલ ખરીદવાને મંજૂરી આપી હતી. આ સોદાની કુલ કિંમત લગભગ 780 કરોડ રૂપિયા હતી. આ પહેલા  2019 માં પણ અમેરિકન કંપની, સિગ-સૉર પાસેથી 72,400 રાઇફલ ખરીદવામાં આવી હતી. 


રાયફલના વપરાશમાં આવી રહી છે આ પરેશાનીઓ ?
પહેલા જથ્થામાં મળેલી આ 7.62X51 એમએમ રાયફલને ચીને સાથે જોડાયેલી એલએસી, એલઓસી અને કાશ્મીર ઘાટીમાં એન્ટી ટેરિરિઝ્મ ઓપરેશનમાં તૈનાત સૈનિક ઉપયોગ કરી રહ્યાં છે, પરંતુ આ દરમિયાન જાણવા મળ્યુ કે આ રાયફલમાં કેટલીક ઓપરેશનલ પરેશાનીઓ સામે આવી રહી છે.  


જાણકારી અનુસાર, આ અમેરિકન રાઇફલ્સમાં સ્વદેશી એમ્યૂનિશન એટલે કે ગોલીઓ ઉપયોગ કરવામાં આવી રહી હતી, આ કારણે ઘણીવાર રાયફલ જામ થવાના રિપોર્ટ આવી રહ્યાં હતા. આ ઉપરાંત દેશી બૂલેટ્સ ઉપયોગ કરવાથી રાયફલમાં હાઇ રિકૉઇલ એટલે કે તેજ ઝટકો પણ લાગી રહ્યો હતો. આ જ કારણે છે કે સેનાને સિગ-સૉર અસૉલ્ટ રાયફલની બીજા જથ્થા વાળા સોદાને રદ્દ કરવાનો ફેંસલો કર્યો છે. 


આ પણ વાંચો........ 


Instagram પરથી તમે કોઇ વીડિયો ડાઉનલોડ કરવા ઇચ્છો છો ? તો સમજી લો આ આસાન સ્ટેપ્સ, આસાનીથી કરી શકાશે ડાઉનલૉડ.......


સંસ્કૃત ભાષાને વ્યવહારમાં લાવવા વધુ એક પગલું, સોમનાથ મંદિરના પુજારીઓ સંસ્કૃતમાં વાતચીત કરશે


Health: ઉનાળામાં આ 5 ફૂડનું કરો સેવન, ગરમીમાં પણ રહેશો સ્વસ્થ


Health tips: વજન ઘટાડવા ઘરે બેઠા જ કરો આ કામ સરળતાથી ઉતરી જશે વજન


Sri Lanka Emergency: શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ, રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કરી જાહેરાત