નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય સેનાએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. સેનાએ કહ્યું કે, જો ચીન યુદ્ધ જેવી સ્થિતિ પેદા કરશે તો તેને પહેલા કરતા વધુ પ્રશિક્ષિત, તૈયાર અને માનસિક રીતે મજબૂત જવાનોનો સામનો કરવો પડશે.
સેનાએ એક નિવેદનમાં કહ્યું કે, શારીરિક અને મનોવૈજ્ઞાનિક રીતે મજબૂત ભારતીય સૈનિકોના મુકાબલે મોટાભાગના ચીની સૈનિક શહેરી વિસ્તારમાંથી આવી છે. તેઓ જમીની સ્થિતિની મુશ્કેલીથી પરિચિત અને લાંબા સમય સુધી તૈનાત રહેવાની આદત નથી હોતી.
સેનાના ઉત્તરી કમાનના મુખ્યાલયે આ વાત ચીનના સત્તાવાર મીડિયા પ્લેટફોર્મ ગ્લોબલ ટાઈમ્સના તે અહેવાલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે, ભારત શિયાળામાં અસરકારક રીતે લડાઈ લડી નહીં શકે.
ઉત્તરી કમાનના પ્રવક્તાએ કહ્યું કે, આ ઘમંડનું જીવતું જાગતું ઉદાહરણ છે. ભારતીય સેના શિયાળામાં પણ પૂર્વી લદ્દાખમાં આર-પારની જંગ લડવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, ભારત શાંતિપ્રિય દેશ છે અને પાડોસીઓ સાથે સારા સંબંધો રાખવા માંગે છે. ભારત હંમેશા સંવાદ દ્વારા મુદ્દાના સમાધાનને મહત્વ આપે છે. પૂર્વી લદ્દાખમાં ચીન સાથે સીમા વિવાદના ઉકેલ માટે વાટાઘાટો ચાલી રહી છે. જ્યાં સુધી સેનાની વાત છે. તે લાંબા ગતિરોધ માટે તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે, LAC પર તણાવ વચ્ચે સેનાએ લદ્દાખમાં તૈયારી કરી લીધી છે. ભારત-ચીન બન્ને દેશોએ મોટી સંખ્યામાં પોતાના સૈનિકોની સંખ્યા વધારી દીધી છે.
સરહદ વિવાદ: ભારતીય સેનાએ કહ્યું- જો ચીન યુદ્ધ જેવી સ્થિતિ પેદા કરશે તો......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Sep 2020 05:59 PM (IST)
ભારતીય સેનાએ કહ્યું કે, જો ચીન યુદ્ધ જેવી સ્થિતિ પેદા કરશે તો તેને પહેલા કરતા વધુ પ્રશિક્ષિત, તૈયાર અને માનસિક રીતે મજબૂત જવાનોનો સામનો કરવો પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -