નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ચીન હવે નવી ચાલ ચાલી રહ્યુ છે. પૂર્વીય લદ્દાખમાં એલએસી પર તણાવ સતત વધી રહ્યો છે, ત્યારે ચીને ભારતને ઘેરવા માટે ગ્લૉબલ ટાઇમ્સનો સહારો લીધો છે. ગ્લૉબલ ટાઇમ્સ ચીનનુ સરકારી મીડિયા છે, તેનુ કહેવુ છે કે ભારત સરકાર હાલની સ્થિતિમાં ઘરેલુ મોરચે દબાણમાં છે, જેથી શાંતિથી વાતનો નિકાલ લાવવો જોઇએ.


ગ્લૉબલ ટાઇમ્સે કહ્યું કે પૂર્વીય લદ્દાખમાં એલએસી પર ચીનને ભારતે ઉકસાવ્યુ છે, અખબારે એ પણ કહ્યું કે બની શકે છે કે સદીઓમાં બન્ને દેશોની વચ્ચે સીમા પર તણાવ વધી જાય. ગ્લૉબલ ટાઇમ્સ ચીની સરકારના મુખપત્ર છે. બે દિવસ પહેલા શાંતિની વાત કરનારા આ અખબારના એડિટરે થોડાક દિવસો પહેલા ભારતને યુદ્ધની ધમકી આપી હતી. ગ્લૉબલ ટાઇમ્સે ભારત સામે પ્રૉપેગેન્ડા બદલ્યો છે.



રાજનાથે કહ્યું હતુ કે પૂર્વીય લદ્દાખમાં પડકારોનો સામનો ભારત કરી રહ્યું છે. અમે મુદ્દાને શાંતિપૂર્ણ રીતે હલ કરવા ઇચ્છીએ છીએ. સાથે અમારા સૈનિકો દેશની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાની રક્ષા માટે તૈયાર છે. રાજનાથે કહ્યું કે, આ મુદ્દે ચીની પક્ષ અમારી સાથે શાંતિથી અને હળીમળીને કામ કરે. અમે અમારી રક્ષા કરવા માટે પુરેપુરા પ્રતિબદ્ધ છીએ.