નવી દિલ્હી: ચીન સાથે ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ પર ભારતીય વિદેશ મંત્રાલયનું નિવેદન આવ્યું છે. વિદેશ મંત્રાલયે આ હિંસક ઘર્ષણ માટે ચીનને જવાબદાર ઠેરવ્યું છે. ભારતે ચીનની આ હરકત પર આકરો વિરોધ વ્યક્ત કર્યો છે અને કહ્યું કે, ગલવાનમાં જે થયું તે ચીન દ્વારા પૂર્વ આયોજિત અને યોજનાબદ્ધ કાવતરું હતું.


વિદેશ મંત્રાલયે કહ્યું કે, ગલવાન ઘાટીમાં જે થયું તે ચીનનું કાવતરું હતું અને તેનાથી નિશ્ચિતપણે બન્ને દેશોના સંબંધો પર અસર પડશે. આ ઉપરાંત વધુમાં કહ્યું કે, ચીન ઘણા સમયથી આ કાવતરું રચી રહ્યું હતું,

ચીનના કારણે ગલવાન ઘાટીમાં હિંસા થઈ છે. ચીને આપણી સરહદમાં ટેન્ટ લગાવાનો પ્રયાસ કર્યો. ચીને 6 જૂનના રોજ થયેલી બેઠકમાં જે મુદ્દા પર સહમતિન બની હતી તેના પર અમલ કર્યો હોત તો આ હિંસા ન બની હોત અને અને બન્ને દેશોને નુકસાન ન થયું હોત.

ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપ અને સરહદ વિવાદને લઈને આજે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ચર્ચા કરી હતી. બન્ને દેશો વચ્ચે સરહદ પર તણાવ ઓછો કરવા પર સહમતી થઈ છે.