નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ઘણા દિવસોથી સરહદ વિવાદ શરૂ છે. લદ્દાખ વિવાદને લઈ અમેરિકન અખબાર ન્યૂઝવીકના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ, ગલવાન ઘાટીમાં થયેલી અથડામણમાં ચીનના આશરે 60 સૈનિકો માર્યા ગયા હતા, ભારતીય સેના પીએલએ પરભારે પડી હતી. ગલવાનમાં થયેલી કાર્યવાહી બાદ ચીન ડરી ગયું છે. જાણકારી મુજબ, બ્લેક ટોપ અને હેલ્મેટ ટોપની આસપાસ ચીન ગતિવિધિ વધારી રહ્યું છે. સેટેલાઇટ તસવીરોમાં ચીનનો કેમ્પ પણ જોવા મળી રહ્યો છે.


ચીનની વધી ચિંતા
ફિંગર-4 વિસ્તારમાં ચીની સૈનિકો પર નજર રાખવા માટે પર્વતના શિખરો તથા અન્ય ઊંચાણવાળી જગ્યાએ વધારાની સૈના તૈનાત કરી છે. પેંગોંગના ફિંગ-4થી ફિંગર-8 સુધીના વિસ્તારમાં ચીની સૈનિકોની હાજરી છે, પરંતુ અનેક ઊંચા શિખરો પર ભારતીય સેનાના નિયંત્રણ બાદ ચીનની ચિંતા વધી ગઈ છે.

ચીન ફિંગર એરિયાને લઈ અડગ છે. ચીની સેના ફિંગર-4થી હટવા તૈયાર નથી. સૂત્રોની કહેવા મુજબ, ચીનની સેનાએ દાવો કર્યો છે કે ફિંગર 5 થી ફિંગ 8 સુધી તેમણે 1999માં સડક બનાવી હતી. તેથી આ વિસ્તાર તેમનો છે.

ભારતનો આરોપ છે કે ચીને આમ કરીને બંને દેશો વચ્ચે એલએસીની શાંતિને લઈ થયેલી સમજૂતીનો ભંગ કર્યો છે. ફિંગર-5 સુધી કેમ્પ બનાવીને ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાનું સ્ટેટસ બદલવાની કોશિશ કરી છે. બંને દેશો વચ્ચે થયેલી શાંતિ સમજૂતી અંતર્ગત એલએસી પર મંજૂરી વગર કોઈપણ પ્રકારનું 'બોર્ડર ફોર્ટિફિકેશન' કરી શકાતું નથી.