મોસ્કોઃ ભારત અને ચીનની વચ્ચે સરહદ વિવાદને લઈને મોટા સમાચાર છે. રશિયાના મોસ્કોમાં ચાલી રહેલ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીની વચ્ચે મુલાકાત થઈ અને બન્ને વચ્ચે સરહદ પર તણાવ ઘટાડવાને લઈને સહમત થયા છે. ભારત અને ચીન સરહદ વિવાદ ઘટાડવા માટે રાજી થયા છે. બન્ને દેશની વચ્ચે 5 સૂત્રીય ફોર્મ્યુલા પર સંમતિ બની છે.

ભારત-ચીનની વચ્ચે નીતિ પર કોઈ ફેરફાર નહીં

મોસ્કોમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે એ સ્પષ્ટ કર્યું છે કે ભારત એલએસી (લાઇન ઓફ એક્ચુલ કન્ટ્રોલ) પર ચાલી રહેલ તણાવને આગળ વધારવા નથી માગતા. જ્યારે ભારતનું માનવું છે કે ચીન માટે ભારતની નીતિ અને ભારત પ્રત્યે ચીનની નીતિમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નથી થયો.


બે પાડોશી દેશોની વચ્ચે સંમતિ સ્વાભાવિક-વિદેશ મંત્રાલય

જણાવીએ કે, ચીનના વિદેશ મંત્રાલય તરફતી એ પણ કહેવામાં આવ્યું છે કે, બે પાડોશી દેશ હોવાને કારણે સરહદ પર ચીન અને ભારતમાં કેટલાક મુદ્દાઓ પર સંમતિ તો છે પરંતુ આ સ્વાભાવિક છે. જરૂરી તથ્યો એ છે કે એ અસંમતિના સમાધાન માટે યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવું જોઈએ.

બે કલાક ચાલી વિદેશ મંત્રીઓની વચ્ચે બેઠક

વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીની વચ્ચે મોસ્કોમાં બેઠક થઈ. બન્ને નેતાઓની વચ્ચે રાત્રે અંદાજે 8 કલાકે કોંગ્રેસ પાસ વોલકોંસ્કી હોટલમાં બેઠક શરૂ થી અને અંદાજે 10-30 કલાકે ખત્મ થઈ.