લદ્દાખઃ ભારત અને ચીનની વચ્ચે ઘર્ષણના અહેવાલ સામે આવ્યા છે. વિતેલી રાતે પેંગોગ લેકની પાસે ફિંગર એરિયામાં ચીનના સૈનિકોએ ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો છે. ભારતીય સેનાએ ચીની ઘુસણખોરીનો જડબાતોડ જવાબ આપ્યો છે. જણાવીએ કે, 15 જૂનના રોજ રાત્રે ગલવાન ખીણમાં ભારત અને ચીનના જવાનોની વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. તેમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા.


સેનાના જણાવ્યા પ્રમાણે 29 ઓગસ્ટની રાતે ચીની સેનાના પૂર્વી લદ્દાખના ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો હતો. ભારતીય જવાનોએ ચીની સૈનિકોના આ પ્રયત્નને નિષ્ફળ ગણાવી દીધો હતો. ભારતે તેને યથાસ્થિતિ ઉલ્લંઘન ગણાવ્યું છે.

ભારતે એવું પણ કહ્યું છે કે, અમારી સેના વાતચીત દ્વારા શાંતિ જાળવવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ અમે અમારી સરહદોની સુરક્ષા કરવાનું જાણીએ છીએ. આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે અમે ચુશૂલમાં બ્રિગેડ કમાન્ડર લેવલની પણ વાતચીત કરી રહ્યા છીએ. 15 જૂને લદ્દાખના ગલવાનમાં ચીન અને ભારતના સૈનિકોની વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. તેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા.'


કોઈપણ ભારતીય જવાનને નુકસાન ન હોવાના અહેવાલ

અહેવાલ અનુસાર, ગઈકાલ રાત્રે ચીન તરફથી કરવામાં આવેલ ગુસણખોરીના પ્રયત્નમાં કોઈપણ ભારીય જવાનને નુકસાન થવાના અહેવાલ નથી. ભારતીય સેનાના પીઆરઓ કર્નલ અમન આનંદે જાણકારી આપી છે કે, 29/30 ઓગસ્ટના રોજ રાત્રે પીએલએના સૈનિકોએ પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલ ગતિરોધ દરમિયાન સૈન્ય અને ડિપ્લોમેટ વ્યવસ્તતાઓ દરમિયાન થયેલી પાછળી સર્વસંમતિનું ઉલ્લંઘન કર્યું અને યથાસ્થિતિને બદલવા માટે ઉત્તેજક સૈન્ય આંદોલનને અંજામ આપ્યો.

છેલ્લાં કેટલાંય સમયથી વાતચીત ચાલી રહી છે છતાંય પૂર્વ લદ્દાખમાં તણાવ ઓછો થઇ રહ્યો નથી. ભારતીય સેનાનું સ્પષ્ટ સ્ટેન્ડ છે કે ચીનને એપ્રિલથી પહેલાવાળી સ્થિતિને પાછી કરવી જોઇએ. સૈન્ય સ્તર પર વાતચીત સિવાય વિદેશ મંત્રાલય અને બંને દેશોના વર્કિંગ મિકેનિઝમ ફોર કંસલ્ટેશન એન્ડ કો-ઓર્ડિનેશનની પણ ચર્ચા કરી છે. બંને પક્ષ પૂર્ણ ડિસએંગજમેન્ટની દિશામાં આગળ વધવા પર વારંવાર સહમત થયું છે પરંતુ જમીની સ્તર પર તેની અસર થઇ નથી.