Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 43માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 146માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.  


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 10,302 નવા કેસ નોંધાયા છે અને 267 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 11,787 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 531 દિવસના નીચલા સ્તર 1,24,868 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5754 કેસ નોંધાયા છે અને 49 સંક્રમિતોના મોત થયા છે.


દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું


દેશમાં અત્યાર સુધીમાં 115,79,69,274 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 51,59,931 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.






ભારતમાં કોરોનાની સ્થિતિ



  • કુલ કેસઃ 3 કરોડ 44 લાખ 99 હજાર 925

  • કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 09 હજાર 708

  • એક્ટિવ કેસઃ 1 લાખ 24 હજાર 868

  • કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 65 હજાર 349


આ પણ વાંચોઃ Coronavirus: કોરોના વાયરસ વધારી રહ્યો છે મૃત શિશુ પેદા થવાનો અને ગર્ભપાતનો ખતરોઃ રિસર્સ


Gujarat Corona Cases: ગુજરાતમાં 10 દિવસમાં એક્ટિવ કેસમાં 54 ટકાનો વધારો, અમદાવાદના કયા પોશ વિસ્તારના લોકોમાં ફેલાયો ફફડાટ ?


Today Horoscope: આજે શિવયોગનું થઈ રહ્યું છે નિર્માણ, જાણો કેવો રહેશે આજનો દિવસ


Earthquake In Jalore: રાજસ્થાનના ઝાલૌરમાં મોડી રાતે 4.6ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા