પંજાબ સરકાર (Punjab government) એ પીડબલ્યૂડી  (Public Works Department) વિભાગના  4 અધિકારીઓને સસ્પેન્ડ કરી દિધા છે. આ અધિકારીઓ ચાલુ વરસાદમાં રોડ બનાવવાનું કામ કરી રહ્યા હતા. આ ઘટના પંજાબના હોશિયારપુર (Hoshiarpur) જિલ્લાની છે, જ્યાં વરસાદમાં રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. 






રોકવા છતા રોડ બનાવી રહ્યા હતા


આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વરસાદની વચ્ચે એક યુવક તેમને આ રીતે સરકારી સંસાધનોનો દુરુપયોગ ન કરવા કહે છે. તેમ છતાં ત્યાં હાજર આ અધિકારીઓ કામ અટકાવતા નથી. વરસાદ અને પાણી ઓસર્યા બાદ યુવક તેમને રસ્તો બનાવવાનું કહે છે પરંતુ તેઓ અટકતા નથી.


પંજાબ સરકારે કડક કાર્યવાહી કરી


આ વીડિયો વાયરલ થયા બાદ પંજાબ સરકારે (Government of Punjab) PWDના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જો કે, પંજાબ સરકારે હજુ સુધી આ અધિકારીઓ પાસેથી સરકારી સંસાધનો અને વરસાદમાં વેડફાઈ ગયેલા સરકારી નાણાંની વસૂલાત કરશે કે કેમ તે અંગે કોઈ માહિતી આપી નથી.


આ પણ વાંચોઃ


GOA : ગોવામાં કોંગ્રેસ પતનના આરે, 11 માંથી 10 કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાવાની ચર્ચા


Poster War:ગુજરાત ભાજપના આ બે નેતાઓ વચ્ચે જામી વર્ચસ્વની લડાઈ, જાણો સંપૂર્ણ વિગત


IND vs PAK: T20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન મુકાબલાની તમામ ટિકિટ ત્રણ મહિના પહેલા જ વેચાઈ ગઈ


Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં કકળાટ! આ દિગ્ગજ નેતા 3 હજાર કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે