India Corona Cases: દેશમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે ચોથી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતમાં સતત ત્રીજા દિવસે 21 લાખથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 21,411 નવા કેસ નોંધાયા છે અને 67 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 20,726 લોકો સાજા થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.46 ટકા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1,50,100 પર પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,35,997 થયો છે. અત્યાર સુધીમાં 4,31,92,379 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. કુલ રસીકરણનો આંક 2,01,68,14,771 થયો છે. જેમાંથી ગઈકાલે 34,93,209 ડોઝ આપવામાં આવ્યા હતા.
જુલાઈ મહિનામાં કઈ તારીખે કેટલા કેસ નોંધાયા
- 22 જુલાઈએ 21,880 નવા કેસ નોંધાયા અને 60 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો.
- 21 જુલાઈએ 21,566 કેસ નોંધાયા હતા.
- 20 જુલાઈએ 20,447 નવા કેસ નોંધાયા હતા.
- 19 જુલાઈએ 15,528 નવા કેસ નોંધાયા અને 25 સંક્રમિતોના મોત થયાહતા.
- 18 જુલાઈએ 16,935 નવા કેસ નોંધાયા અને 51 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા હતા.
- 17 જુલાઈએ 20,044 નવા કેસ નોંધાયા અને 49 સંક્રમિતોના મોત થયા.
- 16 જુલાઈએ 20,514 નવા કેસ નોંધાયા અને 56 સંક્રમિતોના મોત થયા હતા.
- 15 જુલાઈએ 20,038 નવા કોવિડ કેસ અને 47 સંક્રમિતોના મોત થયા.
- 14 જુલાઈએ 20,139 નવા કોવિડ કેસ અને 38 સંક્રમિતોના મોત થયા.
- 13 જુલાઈએ 16,906 નવા કેસ અને 45 સંક્રમિતોના મોત થયા હતા
- 12 જુલાઈએ 13,615 નવા કેસ અને 20 સંક્રમિતોના મોત થયા હતા.
- 11 જુલાઈએ 16,678 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા.
- 10 જુલાઈએ 257 નવા કેસ નોંધાયા અને 42 સંક્રમિતોના મોત થયા હતા.
- 9 જુલાઈએ 18,840 લોકો સંક્રમિત થયા અને 43 લોકોના નિધન થયા.
- 8 જુલાઈએ 18, 815 નવા કેસ નોંધાયા અને 38 સંક્રમિતોના મોત થયા હતા.
- 7 જુલાઈએ 18,930 નવા કેસ અને 35 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
- 6 જુલાઈએ 16,159 નવા કેસ અને 24 સંક્રમિતોના મોત થયા હતા.
- 5 જુલાઈએ 13,086 નવા કેસ અને 19 સંક્રમિતોના મોત થયા હતા.
- 4 જુલાઈએ 16,135 નવા કેસ નોંધાયા અને 24 સંક્રમિતોના મોત થયા હતા.
- 3 જુલાઈએ16,103 નવા કેસ નોંધાયા અને 31 સંક્રમિતોના મોત થયા હતા.
- 2 જુલાઈએ 17092નવા કેસ નોંધાયા અને 19 સંક્રમિતોના મોત.
- 1 જુલાઈએ 17 હજારથી વધુ કેસ નોંધાયા.