India Corona Cases: ભારતમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવાના આરે છે. દૈનિક કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી પાંચ હજાર કરતાં પણ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. 


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3116 કેસ નોંધાયા છે અને 16 લોકોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસ ઘટીને 40 હજારથી ઓછા થયા છે. રસીકરણનો કુલ આંકડો 180 કરોડને પાર થઈ ગયો છે.



  • એક્ટિવ કેસઃ 38,069

  • કુલ ડિસ્ચાર્જઃ 4,24,37,072

  • કુલ મૃત્યુઆંકઃ 5,15,850

  • કુલ રસીકરણઃ 180,13,23,547 (જેમાંથી ગઈકાલે 20,31,275 ડોઝ આપવામાં આવ્યા હતા)

  • કોરોનાનો નવો વેરિઅન્ટ આવશે ?


દેશમાં કોરોનાના ઘટતાં કેસ વચ્ચે નિષ્ણાતોએ કહ્યું કે કોરોનાનું જોખમ હજુ પણ ટળ્યું નથી. કોરોનાનો નવો વેરિઅન્ટ સામે આવે તેવી આશંકા છે. દેશભરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હોવાથી મોટાભાગના રાજ્યોએ કોરોના સંબંધિત પ્રતિબંધો હટાવી લીધા છે અને જનજીવનની બધી જ પ્રવૃત્તિઓ સામાન્ય થઈ ગઈ છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે આપણે હજુ પણ સાવધાની રાખવાની જરૂર છે. ટાટા ઈન્સ્ટિટયૂટ ફોર જિનેટિક્સ એન્ડ સોસાયટીના નિર્દેશક રાકેશ મિશ્રાએ કહ્યું કે હજુ કોરોના મહામારી અંતિમ તબક્કામાં પહોંચી નથી. દેશમાં ભવિષ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ સામે આવી શકે છે. કોરોના મહામારી ખતમ થઈ છે કે નહીં તેનો આધાર નવો કોઈ વેરિઅન્ટ સામે આવે છે કે નહીં તેના પર છે તેમ તેમણે કહ્યું હતું.


આ પણ વાંચોઃ


ચીનમાં ઝડપથી વધી રહ્યા છે કોરોના કેસ, 2 વર્ષ બાદ પ્રથમવાર નોંધાયા સૌથી વધુ દૈનિક કેસ