Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 39માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 142માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8,865 નવા કેસ નોંધાયા છે અને 197 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 11,971 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 525 દિવસના નીચલા સ્તર 1,30,793 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4547 કેસ નોંધાયા છે અને 57 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 6866 લોકો સાજા થયા છે.
કેટલા ટેસ્ટ થયા
આઈસીએમઆરના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 62,57,74,159 લોકોનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 22,07,617 ટેસ્ટ ગઈકાલે કરવામાં આવ્યા હતા.
ભારતમાં કોરોનાની સ્થિતિ
કુલ કેસઃ 3 કરોડ 44 લાખ 56 હજાર 401
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 38 લાખ 61 હજાર 756
એક્ટિવ કેસઃ 1 લાખ 30 હજાર 793
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 63 હજાર 852