Coronavirus Cases Today in India: દેશમાં આજે કોરોનાવાયરસ રોગચાળાના કેસોમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 5921 નવા કેસ નોંધાયા છે અને 289 લોકોના મોત થયા છે. ગઈકાલે 6396 કેસ અને 201 દર્દીઓનાં મૃત્યુ નોંધાયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીએ આજે ​​કેસમાં ઘટાડો થયો પરંતુ કોરાની થયેલા મોતનોં આંકડો વધ્યો છે. જાણો દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.


એક્ટિવ કેસ ઘટીને 63,878 થયાઃ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગઈકાલે દેશમાં 11 હજાર 651 લોકો સાજા થયા હતા, ત્યારબાદ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 63 હજાર 875 થઈ ગઈ છે. આ સાથે ગઈકાલે કુલ 289 લોકોનાં કોરોનાતી મોત થયા હતા. ગઈકાલે થયેલા મોતની સાથે કોરોનાથી થયેલા કુલ મોતનો આંકડો 5 લાખ 14 હજાર 878 પર પહોંચ્યો છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 4 કરોડ 23 લાખ 78 હજાર 721 લોકો કોરોનાથી સાજા થયા છે. 


અત્યાર સુધીમાં 178 કરોડથી વધુ ડોઝ અપાયાઃ
દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના લગભગ 178 કરોડથી વધુ (1,78,55,66,940) ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 24 લાખ 62 હજાર 562 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 1,78,55,66,940 ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડ વિરોધી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી, 2021 થી શરૂ થયું હતું અને પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. તે જ સમયે, કોરોના યોદ્ધાઓ માટે રસીકરણ અભિયાન 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.


ગઈકાલે ગુજરાતમાં 96 કેસ નોંધાયાઃ
ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 96  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1109  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 08 લોકો વેન્ટીલેટર પર છે. 1101 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1211087  લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,934  લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક પણ દર્દીનું મોત થયું હતું.


અમદાવાદ કોર્પોરેશનમાં 38, વડોદરા કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 7, તાપી 5, અમરેલી 4, આણંદ 4, વડોદરા 4, બનાસકાંઠા 3, કચ્છ 3, સુરત 3, ડાંગ 2, ગાંધીનગર 2, ગાંધીનગર કોર્પોરેશન 2, મહેસાણા 2,  કોરોનાના નવા કેસ નોંધાયા હતા.