નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસની સંખ્યા 30 લાખને વટાવી ગઈ છે. ભારતમાં ઘણી કંપની કોરોનાની રસી બનાવી રહી છે. સત્તાવાર જાણકારી પ્રમાણે દેશની ત્રણ રસી સફળતાની નજીક છે. ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની રસીને ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોવિશીલ્ડ નામથી બનાવી રહી છે. હાલ ભારતમા આ રસીનું ત્રીજા તબક્કામાં ટ્રાયલ ચાલી રહ્યું છે. દેશમાં આ રસી ઝડપથી ઉપલબ્ધ થશે તેવા વહેતા થયેલા અહેવાલ બાદ કંપનીએ સ્પષ્ટતા કરી છે.


સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, કંપની સ્પષ્ટ કરે છે કે મીડિયામાં કોવિશીલ્ડની ઉપલબ્ધતા અંગે કરવામાં આવેલા દાવા પૂરી રીતે ખોટા છે અને માત્ર અંદાજ આધારિત છે. વર્તમાનમાં સરકારે અમને માત્ર રસીનું ઉત્પાદન કરવા અને ભવિષ્યમાં ઉપયોગ માટે સ્ટોર કરવાની મંજૂરી આપી છે. કંપનીનું કહેવું છે કે, એક વખત પરીક્ષણ સફળ સાબિત થયા બાદ કોવિશીલ્ડનું વ્યાવસાયીકરણ કરાશે.

હાલ ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની રસીને ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. એક વખત રસી કોરોના સામે લડવામાં પ્રભાવી અને કોઈપણ જાતની આડઅસર વગરની સાબિત થશે તે પછી સીરમ ઈન્સ્ટિટ્યૂટ આની ઉપલબ્ધતાને લઈ સત્તાવાર જાહેરાત કરશે.



સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 69,239 કોવિડ-19 કેસ નોંધાયા છે અને 921 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 30,44,491 પર પહોંચી છે. જેમાંથી 7,07,668 એક્ટિવ કેસ છે અને 22,80,567 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં 56,706 લોકોના મોત થયા છે.

પ્રધાનમંત્રી નિવાસમાં મોરને દાણા ખવડાવતાં જોવા મળ્યા પીએમ મોદી, કવિતા પણ લખી

Corona Vaccine: મોદી સરકાર ભારતીયોને કોરોનાની રસી આપશે ફ્રી, જાણો વિગતે

ફિલ્મો અને સીરિયલના શૂટિંગને સરકારે આપી મંજૂરી, આ બાબતો રાખવી પડશે ધ્યાનમાં