નવી દિલ્હીઃ વિશ્વમાં સૌથી ઝડપથી કોરોનાના કેસ ભારતમાં આવી રહ્યા છે, પરંતુ હવે પહેલા જેટલો ઘાતક નથી રહ્યો. કારણ કે નાવ કેસની સામે ઠીક થનારા લોકોની સંખ્યા વધી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 70,589 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 84,877 દર્દી સાજા થઈ ગયા છે. જોકે 776 દર્દીઓના મોત પણ થાય છે. આ પહેલા છેલ્લા 26 દિવસથી સતત દરરોજ એક હજારથી વધારે લોકોના કોરોનાથી મોત થતા રહ્યા હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, દેશમાં હાલ કુલ કોરોના સંક્રમિતોની સંક્યા 61.45 લાખે પહોંચી ગઈ છે. તેમાંથી 96,318 લોકોના મોત થયા છે. એક્ટિવસ કેસની સંક્યા ઘટીને 9.47 લાખ થઈ ગઈ છે અને 51.01 લાખ લોકો સાજા થઈને ઘરે ગયા છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં સ્વસ્થ્ય થયેલ લોકોની સંખ્યા અંદાજે પાંચ ગણી વધારે છે.

ICMR અનુસાર 28 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસથી કુલ 7.31 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈકાલે જ કરવામાં આવ્યું.

મૃત્યુદરમાં ઘટાડો

રાહતની વાત એ છે કે મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.57 ટકા રહ્યો છે. ઉપરાંત એક્ટિવ કેસ છે જેની સારવાર ચાલી રહી છે તેનો દર પણ ઘટીને 16 ટકા રહ્યો છે. તેની સાથે જ રિકવરી રેટ પણ સારો એવો 83 ટકા પર પહોંચી ગયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.

દેશમાં સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. અહીં અત્યાર સુદીમાં 13 લાખ કેસ નોંધાયા છે. ત્યાર બાદ આંદ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ભારત બીજા સ્થાન પર છે. કોરોના સંક્રમિતોની સંખ્યા પ્રમાણે ભારત વિશ્વનો બીજો સૌથી પ્રભાવિત દેશ છે. મોતના મામલે અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતનો નંબર આવે છે.