નવી દિલ્હીઃ બ્રાઝીલને પછાડીને ભારત વિશ્વનો બીજો સૌથી વધારે કોરોના પ્રભાવિત દેશ બની ગયો છે. અહીં 42 લાખથી વધારે કેસ સામે આવ્યા છે. દેશમાં વિતેલા 24 કલાકમાં રેકોર્ડ 90,802 કેસ સામે આવ્યા છે. જ્યારે 1016 લોકોના જીવ ગયા છે. વિશ્વમાં હાલમાં કોરોનાના સૌથી વધારે કેસ અમેરિકામાં છે. પરંતુ દરરોજ અમેરિકા કરતાં બે-ત્રણ ગણાં કેસ ભારતમાં આવી રહ્યા છે.

દેશમાં અત્યાર સુધીમાં કુલ કોરોના કેસની સંખ્યા 42 લાખ 4 હજાર થઈ ગઈ છે. તેમાંથી 71,642 લોકોના મોત થાય છે. એક્ટિવ કેસની સંખ્યા 8.82 હજાર થઈ ગઈ છે અને 32.50 લાખ લોકો રિકવર થયા છે. સંક્રમણના એક્ટિવ કેસની સામે રિકવર થયેલ કેસની સંખ્યા ત્રણ ગણી વધારે છે.

અત્યાર સુધી 4.98 કરોડ સેમ્પલ ટેસ્ટ

ICMR અનુસાર, 6 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસા કુલ 4.98 કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈકાલે કરવામાં આવ્યું. પોઝિટિવીટી રેટ 7 ટકાથી ઓછો છે. કોરોના વાયરસના 54 ટકા કેસ 18થી 44 વર્ષની વચ્ચેના ઉંમરના લોકોમાં છે પરંતુ કોરનોા વાયરસથી થનારા મોતના 51 ટકા મોત 60 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરમાં લોકોમાં થયા છે.

દેશમાં ત્રણ મહિનાની અંદર જ રિકવર દર્દીની સંખ્યા 1.30 સુધી પિહોંચી ગઈ છે. ત્રણ જૂન સુધી એક લાખ લોકો રિકવર થયા હતા. ત્યાર બાદ ચાર સપ્ટેમ્બર સુધી 30 લાખ લોકો રિવર થયા છે. 11 જૂન સુધી રિકવર દર્દીની સંખ્યા 5 લાખ થઈ, 30 જુલાઈ સુધી 10 લાખ, 10 ઓગસ્ટ સુધી 15 લાખ, 19 ઓગસ્ટ સુધી 20 લાખ, 27 ઓગસ્ટ સુધી 25 લાખ થઈ.