કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી સંક્રમિતોની સંખ્યા 43 લાખ 70 હજારને પાર પહોંચી ગઈ છે. જેમાંથી 73,890 લોકોના મોત થયા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 8 લાખ 97 હજાર થઈ ગઈ છે અને અત્યાર સુધી 33 લાખ 98 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે.
5 કરોડથી વધુ સેમ્પલ ટેસ્ટ,
આઈસીએમઆર અનુસાર, 8 સપ્ટેમ્બર સુધી દેશમાં કોરોના વાયરસના કુલ 5 કરોડ 18 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે, જેમાં 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈકાલે કરવામાં આવ્યું હતું. પોઝિટિવીટી રેટ 7 ટકાથી ઓછો છે.
મૃત્યુદરમાં ઘટાડો
રાહતની વાત એ છે કે, દેશમાં મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. મૃત્યુ દર ઘટીને 1.69 થઈ ગઈ છે. તે સિવાય એક્ટિવ કેસ દર પણ ઘટીને 21 ટકા થઈ ગયો છે. તેની સાથે રિકવરી રેટ 78 ટકા થઈ ગયો છે. દેશમાં રિકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.