નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12ના વર્ગો માટે શાળાઓ શૂ કરવાની મંજૂરી આપી છે. આ માટે કેન્દ્ર સરકારે બહુ આકરા નિયમો બનાવ્યા છે. આ નિયમો પ્રમાણે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફે 6 ફૂટનું અંતર રાખવાનું રહેશે. સતત હાથ ધોવા, ફેસ કવર પહેરવું, છીંક આવતા મોઢા પર હાથ રાખવા, પોતાના આરોગ્યની સતત દેખરેખ રાખવા અને થૂંકવા જેવી બાબતોને લઈ ધ્યાન રાખવાનું રહેશે.


કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે ધોરણ 9થી ધોરણ 12 સુધી અભ્યાસને આંશિક ધોરણે શરૂ કરવા માટે બહાર પાડેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) પ્રમાણે બાળકોને સ્કૂલે મોકલતી વખતે નીચેના નિયમોનું પાલન કરવું પડશે.

Ø ફેસ માસ્ક પહેરવો પડશે.

Ø બે વ્યક્તિ વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું ફરજિયાત.

Ø ગમે ત્યાં થૂકી નહીં શકે.

Ø સમયાંતરે હાથ ધોવા પડશે.

Ø હાથ ગંદા ન દેખાય તો પણ ધોવા પડશે.

Ø ઓનલાઈન અભ્યાસની પરવાનગી ચાલુ રહેશે, તેને પ્રોત્સાહન અપાશે.

Ø બાળકો પોતાની ઈચ્છાથી જ સ્કૂલે જશે.

Ø બાળકને સ્કૂલે મોકલવા વાલીઓએ લેખિતમાં સહમતી આપવી પડશે.



Ø વિદ્યાર્થીએ સ્વાસ્થ્યનું જાતે ધ્યાન રાખવું પડશે.

Ø જરૂરી હશે ત્યાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું કહેવાશે

Ø સ્પોર્ટ્સ એક્ટિવિટી અને એસેમ્બલી પર કડક પ્રતિબંધ રહેશે.

Ø એસી લાગેલું હશે તો તેનું તાપમાન 24થી 30 વચ્ચે રહેશે.

Ø એસીમાં હ્યુમિડિટી લેવલ 40થી 70 ટકા રાખવું.

Ø કન્ટેનમેન્ટ ઝોન બહારની સ્કૂલો જ ખોલવાની પરવાનગી અપાશે.

Ø સ્કૂલે જનાર વિદ્યાર્થી, શિક્ષક અને સ્ટાફે કન્ટેનમેન્ટ ઝોનમાં જવાથી બચવું પડશે.

Ø જિમનો ઉપયોગ ફક્ત ગાઈડલાઈનના આધાર પર જ થઈ શકે છે, પણ સ્વીમિંગ પૂલ બંધ રહેશે.

Ø શિક્ષકો, કર્મચારીઓને ફેસ માસ્ક, હેડ સેનિટાઈઝર, ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે.

Ø સાફ-સફાઈ સાથે સંકળાયેલા કર્મચારીને થર્મલ ગન, ડિસ્પોઝલ પેપર ટોવેલ, સાબુ, 1 ટકા સોડિયમ હાઈપોક્લોરાઈટ સોલ્યુશન આપવાનું રહેશે.

Ø પલ્સ ઓક્સિમીટરની વ્યવસ્થા ફરજિયાત કરવી કે જેથી એન્સિટોમેટીકના ઓક્સિજનનું સ્તર તપાસી શકાય

Ø ઢાંકી શકાય તેવા ડસ્ટબિન (કચરાપેટી) હોવી જોઈએ અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.

Ø સફાઈ કામદારોને કામ પર લગાવતા પહેલા યોગ્ય તાલીમ આપવાની રહેશે.

Ø વિદ્યાર્થી પુસ્તકો, અભ્યાસ સામગ્રીની કોપી, પેન્સિલ, પેન, વોટર બોટલ (પાણીની બોટલ), જેવી સામગ્રી એક-બીજાની સાથે આપ-લે કરી શકશે નહીં

Ø પ્રેક્ટિકલના સમયે વિદ્યાર્થી વિવિધ સેક્શનમાં જશે. વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓને એક સાથે લેબોરેટરી (પ્રયોગશાળા)માં લઈ જઈ શકાશે નહીં.

Education Loan Information:

Calculate Education Loan EMI