નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીથી બગડતી સ્થિતિમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે. સતત ચોથા દિવસે એક લાખ કરતાં ઓછા કોરોનાના કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 91702 નવા કોરોનાને કેસ આવ્યા છે અને 3403 લોકોના મોત થયા છે. જ્યારે 1 લાખ 34 હજાર 580 લોકો કોરોનાથી ઠીક થાય છે. એટલે કે વિતેલા  દિવસે 46281 એક્ટિવ કેસ ઘટ્યા છે. આ પહેલા બુધારે 94052 કેસ નોંધાયા હતા.


ગઈકાલે દેશમાં સતત 29માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં વધારે રિકવર થયા છે. 10 જૂનના સુધીમાં દેશભરમાં 24 કરોડ 60 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 32 લાખ 74 હજાર રસી આપવામાં આવી હતી. જ્યારે અત્યારે સુધી 37 કરોડ 42 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે અંદાજે 20.44 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેનો પોઝિટિવીટી રેટ 4 ટકાથી વધારે છે.


દેશમાં ગઈકાલે કોરોનાની સ્થિતિ


કુલ કોરોના કેસ – બે કરોડ 92 લાખ 74 હજાર 823


કુલ ડિસ્ચાર્જ – બે કરોડ 77 લાખ 90 હજાર 73


કુલ એક્ટિવ કેસ – 11 લાખ 21 હજાર 671


કુલ મોત – 3 લાખ 63 હજાર 79


દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.23 ટકા છે જ્યારે રિકવરી રેટ 94 ટકાથી વધારે છે. એક્ટિવ કેસ ઘટીને 4 ટકાથી ઓછા થઈ ગયઆ છે. કોરોના એક્ટવિ કેસના મામલે વિશ્વમાં ભારત બીજા સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.


ગુજરાતમાં કોરોના કેસ


રાજ્યમાં ગઈકાલે એક હજારથી પણ ઓછા  નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલે કોરોના સંક્રમણના 544  કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 11   દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9976  પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 1,505 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.23  ટકા છે.


ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગઈકાલે ગુરુવારે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 2,68,485 વ્યક્તીઓને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં ગઈકાલે કુલ 1505 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.23 ટકા છે.


રાજ્યમાં અત્યાર સુધી 7,96,208 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 12711 પર પહોંચ્યો છે. જેમાંથી 316 દર્દી વેન્ટિલેટર પર અને 12395  લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.23 ટકા છે.