coronavirus:કોરોનાની બીજી લહેર વિનાશક સાબિત થઇ છે. કોરોનાના દર્દીમાં અનેક પ્રકારના સાઇડ ઇફેક્ટ સામે આવી રહ્યાં છે. ડોક્ટર હવે કોરોનાના ડેલ્ટા સ્ટ્રેનને જાણવાની કોશિશ કરી રહ્યાં છે. ડેલ્ટા સ્ટ્રેનમાં પેટમાં ગરબડ, બ્લડ ક્લોટ, નબળાઇ જોવા મળી રહી છે.
ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના શરૂઆતના આંકડા બતાવે છે કે, આ સ્ટ્રેનના દર્દીની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા મોટી છે. ડેલ્ટા આ સ્ટ્રેનને B.1.617.2 પણ કહેવામાં આવે છે. ડેલ્ટા ઝડપથી ફેલાય છે અને વધુ ખતરનાક છે.
ડોક્ટરે જણાવ્યાં મુજબ ડેલ્ટાના દર્દીમાં પેટમાં દુખાવો, ભૂખ લાગવી, સાંભળવાની ક્ષમતા ઓછી થઇ જવી. સાંધામાં દુખાવો જેવી સમસ્યા જોવા મળી રહી છે. બીટા પહેલી વખત દક્ષિણ આફ્રિકા ગામા વેરિયન્ટ બ્રાઝિલમાં જોવા મળ્યો છે.
મુંબઇના હૃદયના રોગ નિષ્ણાત ગણેશ મનુધાએ કહ્યું કે, ડેલ્ટાના સ્ટ્રેનમાં દર્દીમાં માઇક્રો થ્રોમ્બી,બ્લડ ક્લોટિંગની ફરિયાદ જોવા મળે છે.તેમાં ગેગરીંગની બીમારી પણ સામેલ છે. ડોક્ટરના મુજબ ગત વર્ષે હવે કોરોનાના દર્દીમાં માત્ર 3થી4 કેસ આ પ્રકારના જોવા મળ્યાં હતા પરંતુ હવે એક સપ્તાહમાં એક દર્દી સામે આવી રહ્યાો છે.
ભારત સરકારની એક્સ્પર્ચ પેનલની અત્યાર સુધીની સ્ટડીનું તારણ છે કે, કોરોનાની બીજી લહેર જીવલેણ સાબિત થવા પાછળ ડેલ્ટા વેરિયન્ટ જવાબદાર છે. આ વિરિયન્ટ યુકેમાં જોવા મળેલ આલ્ફા સ્ટ્રેનથી 50 ટકા વધુ સંક્રામક છે. કોરોનાના દર્દીમાં અનેક પ્રકારની જટીલતા જોવા મળી રહી છે. આ સ્ટ્રેનના કારણે દરેક ઉંમરના દર્દીમાં બ્લડ ક્લોટિંગની સમસ્યા જોવા મળી રહી છે. જો કે પહેલા એવી કોઇ હિસ્ટ્રી ન હતી.
મુંબઇના ડોક્ટર સર્જન હેતલ મારફતિયાએ કહ્યું કે, કોરોનાના કેટલાક દર્દીમાં બહેરાપણુ, ગરદનમાં સોજો, ગંભીર ટોન્સિલિટિસની સમસ્યા પણ જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે, દરેક દર્દીમાં અલગ અલગ લક્ષણો જોવા મળી રહ્યાં છે. આ વેરિયન્ટના કારણે જ આખો પરિવાર સંક્રમિત થઇ રહ્યો છે. જ્યારે પહેલી લહેરમાં આ સ્થિતિ ન હતી જોવા મળી.
રાહતની વાત એ છે કે, ભારતમાં ડેલ્ટા વેરિયન્ટનું સંક્રમણ ઓછું થતું જોવા મળી રહ્યું છે. જો કે હજું પણ શિંગાપોર, વિયતનામ, જેવા દેશમાં આ વેરિયન્ટ કેર વર્તાવી રહ્યો છે. જો કે અહીં રસીકરણ પણ તેજ ગતિથી ચાલી રહ્યું છે. જો કે એ વાતનું સબૂત નથી, વેક્સિનથી બનતી એન્ટીબોડી ડેલ્ટા વેરિયન્ટથી બચાવે છે કે, નહીં,આ કારણે જ દવા કંપની પર નવી દવા અને વેક્સિન બનાવવા પર દબાણ છે.