અષાઢી બીજે યોજાતી પુરીની રથયાત્રા(jagannath rath yatra 2021) ચાલુ વર્ષે યોજવાની જાહેરાત કરવામાં આવી છે. કોરોના નિયંત્રણોનું પાલન કરાશે. રથયાત્રામાં શ્રદ્ધાળુઓ હાજરી નહીં આપી શકે. માત્ર પુજારી-સેવકો ભાગ લેશે. ગત વર્ષે સર્વોચ્ચ અદાલતે જાહેર કરેેલી ગાઇડલાઇનનું પાલન કરાશે તેમ ઓડિસા સરકારે જાહેર કર્યુ છે.
કોરોના વાયરસ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. ગત વર્ષે પણ કોરોના સંક્રમણના કારણે ભગવાન જગન્નાથની રથ યાત્રા(jagannath rath yatra 2021) શ્રદ્ધાળુઓ વગર જ નિકળી હતી. કોરોના નિયંત્રણોનું પાલન કરાશે.
વિશેષ રાહત આયુક્ત (એસઆરસી) પ્રદીપ જેનાએ આજે કહ્યું કે રથ યાત્રા ઉત્સવ ઉત્સવ સુપ્રીમ કોર્ટે તરફથી જાહેર કરવામાં આવેલા દિશા- નિર્દેશો અનુસાર આયોજન કરવામાં આવશે. સેવકો જેમનો કોરોના રિપોર્ટ નેગિટિવ હોય અને જેમણે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોય, તેમને જ ઉત્સવમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. માત્ર પસંદગીના સેવકો અને પોલીસ અધિકારીઓને જ રથ ખેંચવાની પરવાનગી આપવામાં આવશે.
દરેક રથને 500થી વધારે વ્યક્તિઓ નહી ખેંચે, તમામનો કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરાશે. રથયાત્રા દરમિયાન સમગ્ર પૂરીમાં કર્ફ્યૂ રહેશે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 94,052 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,51,367 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 6148 લોકોના મોતથી ફફડાટ ફેલાયો છે.
- કુલ કેસઃ બે કરોડ 91 લાખ 83 હજાર 521
- કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 76 લાખ 55 હજાર 493
- એક્ટિવ કેસઃ 11 લાખ 67 હજાર 952
- કુલ મૃત્યુઆંકઃ 11,67,952
દેશમાં સતત 28માં દિવસે કોરોના વાયરસના નવા મામલા કરતાં રિકવરી વધારે છે. 9 જૂન સુધી દેશભરમાં 24 કરોડ 27 લાખ 26 હજાર કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 33 લાખ 79 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 37 કરોડ 21 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.