એવામાં આવો જાણીએકે દેશના રાષ્ટ્રપતિને કેટલો પગાર મળે છે અને 30 ટકાના ઘટાડા બાદ તેમનો પગાર એક વર્ષ સુધી કેટલો રહેશે.
કેટલો હોય છે રાષ્ટ્રપતિનો પગાર
સંસદ અધિનિયમ 1954 વેતન, ભથ્થા અને પેંશનમાં 2018માં સંશોધન થયું. આ સંશેધન બાદ રાષ્ટ્રપતિનો પગાર પાંચ લાખ રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યો હતો. આ પહેલા રાષ્ટ્રપતિને 1.5 લાખ રૂપિયાનો પગાર મળતો હતો.
ઘટાડા બાદ પગાર
જો રાષ્ટ્રપતિનો પગાર પાંચ લાક રૂપિયા છે તો તેમાં 30 ટકા ઘટાડા બાદ 3.5 લાખ રૂપિયા રહે છે. એટલે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આગામી એક વર્ષ સુધી ત્રણ લાખ 50 હજાર રૂપિયાનો પગાર પ્રતિ માસ મળશે.
સરકારે કહ્યું કે, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ સ્વૈચ્છિક પોતાના પગારમાં 30 ટકા ઘટાડો કરવાની ભલામણ કરી છે. ઉપરાંત મોદી સરકારે નિર્ણય કર્યો છે કે બે વર્ષ સુધી સાંસદ ફંડના રૂપિયા ફાળવવામાં આવશે નહીં.