ભારત અને રૂસે મળીને આ સુપરસોનિક ક્રૂજ બ્રહ્મોસ મિસાઇલનો વિકાસ કર્યો છે. આ પનડુબ્બી યુદ્ધપોત, જમીન અને વિમાન પરથી નિશાન બનાવી શકે છે. સુખોઇ 30 MKI ભારતીય વાયુસેનાનું અગ્રીમ લડાકૂ વિમાન છે. આનું નિર્માણ રૂસી કંપની સુખોઇ અને હિદુસ્તાન એરોનૉટિક્સના સહયોગથી કરવામાં આવ્યું છે.
બ્રહ્મોસ એરોસ્પેસના મુખ્ય કાર્યકારી અધિકારી સુધીર કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, અઢી હજાર કિલોગ્રામ વજનના પ્રક્ષેપાત લડાકૂ વિમાન સાથે જોડીને ઉડનાર ભારત પહેલો દેશ બની ગયો છે. વિંગ કમાંડર પ્રશાંત નાયર અને એમએસ રજૂ લગભગ 45 મિનિટ સુધી બ્રહ્મોસની સાથે લઇને એસયૂ 30 MKI વિમાનને ઉડતા રહ્યા હિદુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડના મુખ્યા ટી.સુવર્ણ રાજૂએ કહ્યું કે, આજની સફળતા બાદ આ બીજા પ્રકારનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.