લખનઉ: ગર્લફ્રેંડ માટે લૂંટ કે ચોરી કરનાર યુવકો વિશે તમે પહેલા ઘણી વખત સાંભળ્યું હશે, પરંતુ આજે તમને પોતાના બૉયફ્રેંડ માટે લાખોની ચોરી કરનાર યુવતીઓની વાત કરવા જઈ રહ્યા છીએ. બીબીએ અને બીડીએસનો અભ્યાસ કરી રહેલી યુવતીઓ પોતાના મકાન માલિકના ઘરમાંથી લાખોની ચોરી કરી હતી.

ઘટનાની મળતી માહિતી પ્રમાણે, 20 જૂને વિભૂતિખંડના વાસ્તુખંડમાં સીઆરપીએફમાં ફરજ ઉપર રહેલા રમેશ સિંહના ઘરમાં લાખોની ચોરી થઈ હતી. યુવતીઓએ મકાનની અંદર રાખેલી તિજોરીને કાપીને તેમને સાથે લઈ ગયા હતા, સાથે ઘરમાં સોના-ચાંદીના વાસણોની ચોરી કરવામાં આવી હતી. જ્યારે પોલીસે આ ઘટનાની તપાસ કરી તો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો હતો. સીઆરપીએફ જવાનના ઘરે થયેલી ચોરીમાં તેના ઘરમાં ભાડે રહેતી બે યુવતીઓએ કરી હતી.

બીબીડી કૉલેજમાંથી બીબીએ અને બીડીએસનો અભ્યાસ કરી રહેલી અંશિકા ઠાકુર અને મિનાક્ષી પંતે પોતાના બૉયફ્રેંડ શ્રીધર ચેટર્જી અને શાંતનુ સિંહની સાથે આ ચોરી કરી હતી. ચોરેએ પોતાની હોશિયારીથી ઘરની અંદર રહેલી તિજોરી કાપી હતી. તેમાંથી 27 લાખ રૂપિયા રોકડા અને ઘરમાં રહેલા સોના-ચાંદીના ઘરેણાં મળ્યા હતા.

આટલી માતબર રકમ જોઈને ચારોનો હોશ ઉંડી ગયો હતો. તમામે ચારોએ પોતાના ભાગનો હિસ્સો કરી નાંખ્યો હતો અને તેના પછી શોપિંગ કરી હતી. યુવતીઓએ પોતાના માટે સ્કુટી-મોબાઈલ અને કપડાંની ખરીદી કરી હતી. જ્યારે યુવકોએ સ્પોર્ટસ બાઈક ખરીદી પોતાનો શોખ પુરો કર્યો હતો. પોલીસે જ્યારે આ લોકોની ધરપકડ કરી ત્યારે તેમાંથી એક સાથી શાંતનુ સિંહ ફરાર થયો હતો. પરંતુ પોલીસે તેમની પાસેથી 17 લાખ રૂપિયા રોકડા અને ખરીદેલો સામાનમાં બાઈક, સ્કૂટી જપ્ત કર્યા છે. પોલીસને આશંકા છે કે જ્યારે શાંતનુની ધરપકડ થશે ત્યારે તેમની પાસેથી ચોરી કરાયેલ ઘરેણા પણ મળી જશે.