India Corona Cases Today: દેશમાં 44 દિવસ બાદ સૌથી ઓછા કેસ આવ્યા, 24 કલાકમાં 1.86 લાખ લોકો સંક્રમિત થયા

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,86,364 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3660 લોકોના મોત થયા છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 28 May 2021 10:22 AM
છેલ્લા 28 દિવસમાં કેસ















































































































































તારીખકેસમોત
27 મે1,86,3643660
26 મે2,08,9214157
25 મે1,96,4273511
24 મે2,22,3154454
23 મે2,40,8423741
22 મે2,57,2994194
21 મે2,59,5514209
20 મે2,76,0773874
19 મે2,67,3344529
18 મે2,63,5534329
17 મે2,81,3864106
16 મે3,11,1704077
15 મે3,26,0983890
14 મે3,43,1444000
13 મે3,62,7274120
12 મે3,48,4214205
11 મે3,29,9423876
10 મે3,66,1613754
9 મે4,03,7384092
8 મે4,07,0784187
7 મે4,14,1883915
6 મે4,12,2623980
5 મે3,82,3153780
4 મે3,57,2993449
3 મે3,68,1473417
2 મે3,92,4983689
1 મે4,01,9933523
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,86,364 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3660 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,59,459 લોકો ઠીક પણ થયા છે.   



  • કુલ કેસ-  બે કરોડ 75 લાખ 55 હજાર 457

  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 48 લાખ 93 હજાર 410

  • કુલ એક્ટિવ કેસ - 23 લાખ 43 હજાર 152

  • કુલ મોત - 3 લાખ 18 હજાર 895

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ  દેશમાં કોરોના સંક્રમણ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ બે લાખથી ઓછા આવ્યા છે. જ્યારે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.


27 મે સુધીમાં દેશભરમાં 20 કરોડ 57 લાખ 20 હજાર 660 કોરોન રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 29 લાખ 19 હજાર 699 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં 33 કરોડ 90 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 20.70 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીરીટ રેટ 8 ટકાથી વધારે છે.


કેન્દ્ર સરકારે કહ્યં કે, કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડી રહી છે અને સાથે જ આશા વ્યક્ત કરી છે કે આગામી દિવોસમાં પ્રતિબંધોમાં વધારે છૂટછાટ આપવા છતાં કેસ ઓછા આવતા રહેશે. પરંતુ સાથે જ કહ્યું છે કે, હજુ પણ એક્ટિવ કેસની સંખ્યા ઘણી વધારે છે.


દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.15 ટકા છે જ્યારે રિકવરી રેટ 90 ટકા આસપાસ છે. એક્ટિવ કેસ ઘટીને 9 ટકાથી ઓછા થઈ ગઆ છે. કોરોના એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ભારત બીજા સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા સ્થાન પર છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.