New Delhi : ભારતે શ્રીલંકા (Sri Lanka)ને તેની કસ્ટડીમાંથી ભારતીય માછીમારો (Fishermen) અને બોટોને વહેલી તકે મુક્ત કરવાની માંગ કરી છે.  સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં સસ જણાવાયું છે.


એક સત્તાવાર નિવેદન અનુસાર માર્ચમાં ફિશરીઝ પર વર્ચ્યુઅલ રીતે યોજાયેલી ભારત-શ્રીલંકા સંયુક્ત કાર્યકારી જૂથની પાંચમી બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.


રવિવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે ભારતીય પક્ષના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ મત્સ્યોદ્યોગ વિભાગના સચિવ જતીન્દ્ર નાથ સ્વૈન, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે કર્યું હતું.ભારતીય પ્રતિનિધિમંડળના અન્ય સભ્યોમાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય, વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય, તમિલનાડુ સરકાર, પુડુચેરી સરકાર, ભારતીય નૌકાદળ અને ભારતીય તટ રક્ષકના વરિષ્ઠ પ્રતિનિધિઓ સામેલ હતા. 


શ્રીલંકા (Sri Lanka) ના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ  શ્રીલંકન સરકારના મત્સ્ય વિભાગના સચિવ આર.એમ.આઈ. રથાનાયકે કર્યું હતું. એક નિવેદનમાં જણાવવામાં આવ્યું, 


"સંયુક્ત કાર્યકારી જૂથે માછીમારો (Fishermen) અને માછીમારી બોટને લગતી ચિંતાઓ સહિત તમામ સંબંધિત મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી, જે ઘણા વર્ષોથી ભારત અને શ્રીલંકા વચ્ચે દ્વિપક્ષીય ચર્ચાના એજન્ડા પર છે." 


બેઠક  દરમિયાન  ભારત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગના સચિવ જતીન્દ્ર નાથ સ્વૈને જણાવ્યું હતું કે ભારત માછીમારો અને તેમની આજીવિકા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે માનવીય રીતે શ્રીલંકા સાથે રચનાત્મક રીતે કામ કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે.તેઓએ શ્રીલંકા (Sri Lanka) ની કસ્ટડીમાં ભારતીય માછીમારો અને બોટોની વહેલી મુક્તિનો મુદ્દો પણ ઉઠાવ્યો.


બંને પ્રતિનિધિમંડળોએ બંને દેશોની નૌસેના અને કોસ્ટ ગાર્ડ વચ્ચે પેટ્રોલિંગ તેમજ કોસ્ટ ગાર્ડ્સ વચ્ચે હાલની હોટલાઈન પર સહકાર અંગે ચર્ચા કરી હતી.નિવેદનમાં જણાવાયું છે કે માછીમારોને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સતત સહકાર અને સંવાદની પ્રતિબદ્ધતા સાથે અને સંયુક્ત કાર્યકારી જૂથની આગામી બેઠક શેડ્યૂલ મુજબ યોજવાની પ્રતિબદ્ધતા સાથે બેઠક સકારાત્મક રીતે પૂર્ણ થઈ.