પોખરણમાં સ્વદેશી ‘નાગ’ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Oct 2020 05:27 PM (IST)
થર્ડ જનરેશન એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલને ડીઆરડીઓ (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને તેને મજબૂત ટેન્કો પર હુમલો કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે
નવી દિલ્હી: ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે સ્વદેશી એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ (ATGM) ‘નાગ’નું ગુરુવારે સવારે રાજસ્થાના પોખરણમાં પોતાનું અંતિમ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સેના દ્વારા કરવામાં આવેલું અંતિમ ટેસ્ટ હતું. જેના બાદ માનવામાં આવી રહ્યું છે કે, આ ATGM મિસાઈલ્સનું માસ પ્રોડક્શન શરુ થઈ જશે અને સેનામાં સામેલ થવાનો રસ્તો ખુલી જશે. થર્ડ જનરેશન એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલને ડીઆરડીઓ (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને તેને મજબૂત ટેન્કો પર હુમલો કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. મિસાઈલમાં ફાયર એન્ડ ફોર્ગેટ ટોપ એટેક કરવાની ક્ષમતા છે. મજબૂતમાં મજબૂત ટેન્કોને પણ નષ્ટ કરી શકે છે. તેની રેન્જ 500 મીટરથી લઈ 4 કિલોમીટર સુધી છે. એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ ‘નાગ’ના અંતમિ સફળ પરીક્ષણ માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહે ડીઆરડીઓ અને થલસેનાને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે આ ATGM મિસાઈલને છેલ્લા દસ વર્ષથી પરીક્ષણ પર કામ ચાલી રહ્યું હતું. કેટલાક વર્ષ પહેલા ફાઈનલ પરીક્ષણ દરમિયાન થલસેનાએ તેને અપગ્રેડ કરવાનો આગ્રહ કર્યો હતો જેના કારણે તેને સેનામાં સામેલ કરવામાં સમય લાગી ગયો. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 મહિનામાં ભારતે આશરે 13 મિસાઈલોનું પરીક્ષણ કર્યું છે અને આગામી મહિનામાં એન્ય કેટલીક મિસાઈલો લોન્ચ કરવાના અહેવાલ છે .