ભારત-ચીનની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે, ભારત અને ચીન આવનારા સમયમાં તેવા 100 પ્રયાસો કરશે જેનાથી બંન્ને દેશના લોકોમાં પરસ્પર જોડાણ બની શકે. આ દરમિયાન 2020 માટે એક્શન પ્લાન પણ સાઈન કરવામાં આવ્યો. વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે, જ્યારથી બંન્ને દેશઓ વચ્ચે વુહાન બેઠકો થઈ છે, ત્યારથી બંન્ને દેશો વચ્ચે કોઈ મોટો વિવાદ થયો નથી. બંન્ને દેશો વચ્ચે આર્થિક ભાગીદારી સતત વધી રહી છે. તેવામાં ઘણાં મતભેદો થવાની શક્યતા છે, પરંતુ તેને વિવાદ બનાવા દેવામાં આવશે નહી.
ઉલ્લેખનીય છે કે વિદેશમંત્રી એસ. જયશંકર ચીનની મુલાકાતે છે જ્યારે પાકિસ્તાન જમ્મુ કાશ્મીર મુદ્દે દુનિયાભર પાસે મદદ માંગી રહ્યું છે, પાકિસ્તાની વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશી પણ આ મુદ્દે ચીન પહોંચ્યા હતા.