India France Relations: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યૂઅલ મેક્રોનના આમંત્રણ પર ત્રણ દિવસની મુલાકાતે જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ મંગળવારે (૧૧ ફેબ્રુઆરી) યોજાનાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) એક્શન સમિટનું સહ-અધ્યક્ષતા કરશે. સમિટમાં AI સંબંધિત પડકારો અને તેના સંભવિત જોખમો પર ચર્ચા કરવામાં આવશે. આ પછી પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન ભારત-ફ્રાન્સ સીઈઓ ફોરમને પણ સંબોધિત કરશે જેમાં બંને દેશોના ટોચના ઉદ્યોગપતિઓ ભાગ લેશે.


12 ફેબ્રુઆરીએ, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે. આ મુલાકાત દરમિયાન, માર્સેલીમાં ભારતના નવા કૉન્સ્યૂલેટ જનરલનું પણ ઉદઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત બંને નેતાઓ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો થશે જેમાં વ્યૂહાત્મક ભાગીદારી, સંરક્ષણ સહયોગ અને વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવશે.


દુનિયાભરના નેતા અને ટેક વિશેષજ્ઞ AI સમિટમાં થશે સામેલ 
આ AI સમિટમાં વિશ્વના નેતાઓ, ટેકનોલોજી નિષ્ણાતો અને અગ્રણી ઉદ્યોગ હસ્તીઓ હાજરી આપશે. આ સમિટમાં 80 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે, જેમાં યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ, યૂરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વાન ડેર લેયન, ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન, માઇક્રૉસોફ્ટના પ્રમુખ બ્રેડ સ્મિથ અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો સમાવેશ થાય છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ પરિષદમાં પોતાના ખાસ દૂત મોકલી રહ્યા છે. આ બેઠકનો ઉદ્દેશ્ય AI ના યોગ્ય ઉપયોગ માટે વૈશ્વિક નીતિઓ નક્કી કરવાનો છે.


ચીનના 'ડીપસીક' AI ટૂલથી વધ્યું ટેકનિકલ ઘર્ષણ 
આ પરિષદનો મુખ્ય મુદ્દો એઆઈ ટેકનોલોજી પર અમેરિકા અને ચીન વચ્ચે વધતી જતી સ્પર્ધા હોઈ શકે છે. ચીનના ઓછા ખર્ચે AI ટૂલ 'ડીપસીક' એ ટેકનોલોજીકલ વર્ચસ્વને લઈને બેઇજિંગ અને વૉશિંગ્ટન વચ્ચે મુકાબલો વધારી દીધો છે. અગાઉ, યૂકેમાં 2023 માં યોજાયેલી AI સમિટમાં, 28 દેશોએ AI જોખમોનો સામનો કરવા માટે બિન-બંધનકર્તા ઠરાવ લીધો હતો. ફ્રાન્સમાં યોજાનારી આ બેઠકમાં AI ના સલામત અને નૈતિક ઉપયોગ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે તેવી અપેક્ષા છે.


આ પણ વાંચો


PM Modi US Visit: PM મોદીનો અમેરિકા પ્રવાસ, એક બિગ ડીલની તૈયારી, જાણો શું આવશે મોટું પરિવર્તન