નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રવિવારે જલવાયુ પરિવર્તન પર પેરિસ સમજૂતીને લઇને 2 ઓક્ટોબરે મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. જે ગ્લોબલ વૉર્મિંગ પર નિયંત્રણના આંતરરાષ્ટ્રીય સ્તરના  ઉપાયોને લાગુ કવરામાં ગતિ પ્રદાન કરશે.

ભાજપાની રાષ્ટ્રીય પરિષદની બેઠકને સંબોધન કરતા મોદીએ કહ્યું કે, સીઓપી21 ના સંબંધમાં તેનું મંજૂરી આપવાનું હજી બાકી છે. દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતીના અવસરે મોદીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જયંતીના અવસર પર ભારત આને મંજૂરી આપશે.

પ્રધાનમંત્રી કહ્યુ છે કે, તેમણે આ દિવસને એટલા માટે પસંદગી કરી છે કેમ કે, મહાત્મા ગાંધીનું જીવન ઓછા કાર્બન ઉત્સર્જનનું ઉદાહરણ છે. ગયા ડિસેમ્બરમાં પેરિસ જલવાયુ પરિવર્તન બેઠક દરમિયાન 190થી વધુ દેશોએ ગ્લોબલ વૉર્મિગ પર રોક લગાવવા માટે મહત્વકાંક્ષી ટાર્ગેટનું લક્ષ્ય નક્કી કરવાની સહમતી નક્કી કવરામાં આવી હતી.