બેંગકૉકઃ ભારત સરકાર ક્ષેત્રિય વ્યાપક આર્થિક ભાગીદારી (RCEP) કરાર પર હસ્તાક્ષર કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. ભારત સરકારે આ મામલે અંતિમ સમયે ઇનકાર કરી દેતા અનેક તર્ક વિતર્ક સામે આવ્યા છે. થાઇલેન્ડમાં આયોજિત પૂર્વી એશિયા શિખર સંમેલનના મંચ પર પીએમ મોદીએ આ વાતનો ઇનકાર કરી દીધો હતો.


RCEPમાં એવો કરાર છે જેના પર હસ્તાક્ષર કરવાથી ભારત ચીનની ચૂંગાલમાં બરાબરનુ ફસાઇ શકતુ હતુ. પણ મોદી સરકારે ઘરેલુ ઉદ્યોગોના હિતને જોતા આ કરારમાં સામેલ ના થવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ RCEP શિખર સંમેલનમાં ભાગ તો લીધો હતો પણ ત્યાં ભારતના હિતો સાથે કોઇ સમજોતા ન હતા કર્યા.

શું RCEP કરાર....
RCEP કરાર 10 આસિયાન દેશો અને 6 અન્ય દેશો એટલે કે ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ કોરિયાની વચ્ચે એક મુક્ત વ્યાપાર કરાર છે. આ કરારમાં સામેલ 16 દેશો એકબીજાને વ્યાપારમાં ટેક્સ કાપ સહિત તમામ આર્થિક છૂટ આપશે.