ભારતમાં કુલ 55,62, 483 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાંથી 44,97,867 દર્દીઓ સંક્રમણમાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. સંક્રમણથી સાજા થવાનો દર 80,86 ટકા છે. સતત રિકવરી રેટમાં વધારો થઈ રહ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર આંકડા અનુસાર દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ સારી છે. ભારતમાં પ્રતિ દસ લાખ વસ્તીમાં ન માત્ર ઓછા કેસ સામે આવ્યા છે, જ્યારે મોત પણ ઓછી થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર આંકડા અનુસાર ભારતમાં દસ લાખ વસ્તીએ 4031 કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે, જ્યારે દુનિયાના અન્ય દેશોમાં આ આંકડો વધારે છે.
ભારતમાં પ્રતિ દસ લાખ વસ્તીએ કોરોનાથી 64 લોકોમનાં મોત થયા છે, જ્યારે દુનિયાના અન્ય દેશો જેવા કે, સ્પેનમાં 652, બ્રાઝીલમાં 642, યૂકેમાં 615, યૂએસમાં 598 લોકોની પ્રતિ દસ લાખ વસ્તીમાં મૃત્યું થયું છે. જ્યારે વૈશ્વિક એવરેજ 123 છે અને આ ભારતથી વધુ છે. કોરોના કેસ મામલે દુનિયામાં ભારત ભલે બીજા નંબરે છે પરંતુ સંક્રમણથી સાજા થવાના મામલે પ્રથમ નંબરે છે.
દુનિયામાં સંક્રમણથી સ્વસ્થ થનારા દર્દીઓમાં કુલ સંખ્યા 19.5 ટકા દર્દી ભારતમાં છે, જે સૌથી વધુ છે. ભારતમાં સંક્રમણથી સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા સંક્રમિત દર્દીઓની સરખામણીએ વધુ છે. દરરોજ આ અંતર વધી રહ્યું છે. એક્ટિવ કેસમાં પણ ઘટાડો આવી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી 80.86 ટકા લોકો સ્વસ્થ થયા છે, જ્યારે એક્ટિવ કેસ માત્ર 17.54 ટકા છે અને મૃત્યુદર 1.59 ટકા છે.