વડાપ્રધાને કહ્યું કે, ભારતે અંતરિક્ષમાં એક સેટેલાઇટને તોડી પાડ્યો છે. ભારતે આ મિશનને ‘મિશન શક્તિ’નું નામ આપ્યું છે. આજે ભારત અંતરિક્ષમાં મહાશક્તિ બની ગયું છે. LEO સેટેલાઇટને તોડી પાડ્યો છે અને આ એક પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતું. આ મિશનને ફક્ત ત્રણ મિનિટમાં પુરુ કર્યું છે.
મોદીએ કહ્યું કે, ભારતના વૈજ્ઞાનિકોએ આ મિશનના તમામ લક્ષ્યો હાંસલ કર્યા છે. ભારતમાં નિર્મિત સેટેલાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આજે આપણી પાસે પર્યાપ્ત સંખ્યામાં સેટેલાઇટ છે જે ખેતી, સુરક્ષા, સંચાર સહિત અનેક ક્ષેત્રોમાં સહાયતા આપી રહ્યા છે. જે હેઠળ રેલવેને પણ ફાયદો થશે.
નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ આઠ નવેમ્બર 2016માં દેશને સંબોધિત કર્યો હતો. ત્યારે વડાપ્રધાને નોટબંધીની જાહેરાત કરી હતી અને દેશમાં હલચલ મચી ગઇ હતી.