બેંગલુરૂ: ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે ભારતને દુનિયામાં સૌથી ઝડપથી આગ વધનારી અર્થવ્યવસ્થા ગણાવી છે. ઓબીસી મોર્ચા દ્વારા રાજ્યની એક રેલીને સંબોધિત કરતા અમિત શાહે આ નિવેદન આપ્યુ હતું. નોટબંધીને લઈને કેંદ્ર સરકારના નિર્ણયને યોગ્ય ગણાવી કેંદ્ર સાથે ઉભા રહેલા બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારનો પણ તેમણે આભાર માન્યો હતો. તેમણે કહ્યું આ લડાઈમાં પીએમ મોદીનો સાથ આપવા બદલ નિતીશ કુમારને ધન્યવાદ. તેમણે કહ્યું 2014ની ચૂંટણીમાં કર્નાટકની જનતાએ 28માંથી 17 સીટ આપીને નરેંદ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવાનું કામ કર્યું છે.