બ્રિટિશ હાઈ કમિશ્નર એલેક્ઝેન્ડર એલિસે કહ્યું કે, યૂકે કોરોના વિરૂદ્ધની જંગમાં ભારતની સાથે છે. પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક વીડોય મેસેજમાં બ્રિટિશ ઉચ્ચાયુક્ત હિંદીમાં બોલતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, ‘મુશ્કેલના આ સમયમાં યૂકે ભારતની સાથે છે. પીએમ બોરિક જોનસને ભારતને વેન્ટિલેટર્સ અને ઓક્સિજન કન્સટ્રેટર્સ મોકલવાનો નિર્ણય કર્યો છે. કોરોનાના આ જંગમાં યૂકે ભારતની સાથે ખભાથી ખભા મિલાવી આગળ વધી રહ્યું છે.
બ્રિટને ભારતને 600 એવા ઈક્વિપમેન્ટ્સ મોકલવાની વાત કરી છે જે કોરોના વિરુદ્ધ ભારતની લડતમાં કામ આવશે. કહેવાય છે કે ભારતે બ્રિટન પાસે આ લડતમાં મદદ માંગી હતી. ત્યારબાદ બ્રિટિશ સરકારે ભારતને મદદ કરવાનો નિર્ણય લીધો. રવિવારે વેન્ટિલેટર અને ઓક્સિજન કન્સેન્ટ્રેટરની પહેલી ખેપ યુકેથી રવાના પણ થઈ ગઈ છે. જે મંગળવાર સુધીમાં દિલ્હી પહોંચી શકે છે.
ભારતમાં જે રીતે કોરોના સંક્રમણનું ભયાનક સ્વરૂપ જોવા મળી રહ્યું છે તેણે વિશ્વપટલ પર ચિંતાનું મોજું ફેલાવ્યું છે. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત છઠ્ઠા દિવસે ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા અને સતત સાતમા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 28 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
- સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,23,144 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2771 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,51,827 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 73 લાખ 13 હજાર 613
- કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 43 લાખ 04 હજાર 382
- કુલ એક્ટિવ કેસ - 28 લાખ 13 હજાર 658
- કુલ મોત - 1 લાખ 95 હજાર 123
- 14 કરોડથી વધારેને રસી અપાઈ
- દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 14 કરોડ 52 લાખ 71 હજાર 186 ડોઝ આપવામાં આવ્યા છે.