નવી દિલ્લી: ભારત જાપાન પાસેથી 10 હજાર કરોડનના 12 એમ્ફીબિયન પ્લેન US-2i લઈ શકે છે. જેના માટે અધિકારીઓએ પ્રયત્નો પણ ચાલૂ કરી દિધા છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 11-12 નવેંબરે જાપાનના બે-દિવસના પ્રવાસ પર જઈ રહ્યા છે. આ દરમિયાન આ ડીલ પર કરાર થવાની સંભાવનાઓ છે. જો આ કરાર થશે તો જાપાન સાથે કોઈપણ પ્રકારના મિલિટ્રી ઈક્વિમેંટ્સ મળવાનો આ પ્રથમ કરાર હશે. આશરે 5 દશકથી જાપાને મિલિટ્રી સામાન એક્સપોર્ટ પર બેન લગાવી રાખ્યો હતો.
મીડિયા રિપોર્ટસ મુજબ એરક્રાફ્ટની આ ડીલ વધારે પૈસાના કારણે 2013થી અટકી હતી. જે જોતા જાપાને 720 કરોડ ઓછા કર્યા છે. પીએમ મોદી અને જાપાની કાંઉટરપાર્ટ શિંજો આંબેની વચ્ચે સિવિલ ન્યૂક્લિયર કોઓપરેશન કરાર પર ચર્ચા મુખ્ય રહેશે. અધિકારીઓનું પણ માનવું છે કે મોદી-આબે વચ્ચેની મુલાકાતમાં ભારત, જાપાન પાસેથી US-2i પ્લેનની ડીલ પર હસ્તાક્ષર પણ કરી શકે છે.
US-2i એક એમ્ફીબિયન પ્લેન છે. જે જમીન અને પાણી પર ટેકઓફ અને લેંડિંગ કરી શકે છે. 4 મોટા ટર્બો એંજીનવાળા US-2i નો ઉપયોગ સર્ચિંગ અને રેસ્કયૂ ઓપરેશનમાં કરવામાં આવશે. આ સાથે જ પ્લેનથી કોઈ ઈમરજંસી દરમિયાન 30 જવાનોને ઘટનાસ્થળ પર લઈ જઈ શકાશે.