શ્રીનગર: દક્ષિણ કશ્મીરના શોપિયા જિલ્લાના એક ગામમાં સુરક્ષાદળ સાથેની અથડામણમાં એક આતંકવાદીનું મોત થયું હતું. આ અથડામણમાં એક જવાન પણ ધાયલ થયો હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અહીંયા થી 60 કિલોમીટર દૂર દોબજાન ગામમાં ચાર આતંકવાદીઓ હોવાની સૂચના મળ્યા પર પોલીસે સુરક્ષા દળોના સહયોગ થી ગામને ઘેરી લીધુ હતું.
તેમણે જણાવ્યું કે જ્યારે સુરક્ષા દળ એક નિશ્ચિત મકાન તરફ આગળ વધ્યા તો ત્યા છુપાયેલા આતંકવાદીઓએ ઘેરાબંઘી તોડવા માટે ગોળીબાર કર્યો હતો. અધિકારીએ જણાવ્યુ કે સુરક્ષા દળોએ ગાળીબારનો જવાબ આપ્યો હતો.
આ અથડામણમાં એક આતંકવાદીનું મોત થયું હતું. આ મુઠભેદ દરમિયાન એક જવાન પણ ધાયલ થયો હતો. તેમણે જણાવ્યું કે રીપોર્ટ આવ્યા સુધીમાં ભીષણ અથડામણ ચાલુ હતી.