તાલિબાન સામેની લડાઈમાં ભારતને USનો સાથ, આપશે ડ્રોન મિસાઈલ ટ્રેકનોલૉજી
abpasmita.in | 06 Jun 2016 08:38 AM (IST)
નવી દિલ્હી: પાંચ દેશોના પ્રવાસે ગયેલા પીએમ મોદી સોમવારની રાત્રેએ અમેરિકા જવા માટે રવાના થશે, તેમના આ પ્રવાસમાં ઘણાં મુખ્ય સમજૂતીઓ થવાની આશા છે. જેમાં ભારતને મિસાઈલ ટેક્નોલૉજી કંટ્રોલ રિઝીમ (એમટીસીઆર)માં એન્ટ્રી મળી શકે છે. જેના લીધે ભારત બીજા દેશોને પોતાની મિસાઈલ ટેક્નોલૉજી આપી શક્શે અને અમેરિકા પાસેથી પ્રીડેટર ડ્રોન્સ ખરીદી શક્શે. આ પ્રીડેટર ડ્રોન્સ મિસાઈલ ટેક્નોલોજીથી અફગાનિસ્તાનમાં રહેલા તાલિબાનના ઠેકાણાને બરબાદ કર્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર 7 અને 8 જૂને યોજાનાર એમટીસીઆરમાં ભારતને સમાવવાની જાહેરાત થઈ શકે છે. એમટીસીઆર મેંબરશિપ માટે ભારતે ગત વર્ષે અરજી કરી હતી. જો કે આ મુદ્દે ઓબામા એડમિનિસ્ટ્રેશન ભારતના સપોર્ટમાં છે. આટલું જ નહીં, અમેરિકા ભારતને 3 અન્ય એક્સપોર્ટ કંટ્રોલ રિઝીમ (ગ્રુપ)માં એન્ટ્રી અપાવવા માંગે છે. આ ત્રણ ગ્રુપમાં ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (એનએસજી), ઑસ્ટ્રેલિયા ગ્રુપ અને વેસેનાર અરેંજમેંટનો સમાવેશ થાય છે. ભારત 12 મેના રોજ એનએસજી સભ્યતા માટે અરજી કરી ચૂક્યું છે. જો કે ચીન અને પાકિસ્તાન ભારતની એનએસજીમાં એન્ટ્રીનો વિરોધ કરી રહ્યા છે. આ પ્રવાસમાં પીએમ મોદી અમેરિકા કોંગ્રેસના જૉઈંટ સેશનને પણ સંબોધિત કરશે. એ વખતે ડિફેંસ, સિક્યોરિટી, એનર્જી જેવા સેક્ટર્સમાં થયેલા ડેવલોપમેંટનો રિવ્યૂ અને ડિફેંસ સેક્ટર અને ટેક્નોલૉજી ટ્રાંસફર ઉપર પણ એગ્રીમેંટ થશે. મોદી અમેરિકાની કંપનીઓના સીઈઓ સાથે પણ મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની અમેરિકાનો આ ચોથો પ્રવાસ છે અને રાષ્ટ્રપતિ ઓબામા સાથે સાતમી વખત મળી રહ્યા છે. અમેરિકામાં ઓબામાની બીજી ટર્મ જાન્યુઆરીમાં પુરી થઈ રહી છે.