નવી દિલ્હીઃ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યાના મામલે ભારત હવે બ્રાઝિલથી આગળ નીકળી ગયુ છે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 90,632 નવા કોરોના સંક્રમિતો આવ્યા, અને હવે કુલ સંક્રમિતોની સંખ્યા 41 લાખ પર પહોંચી ચૂકી છે. જ્યારે બ્રાઝિલમાં 40 લાખની નજીક કોરોના દર્દીઓ છે. આ રીતે કોરોના કેસોમાં ભારત બીજા સ્થાન પર પહોંચી ગયુ છે, ભારતની ઉપર માત્ર અમેરિકા જ છે.
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંક્યા 41 લાખ 13 હજાર થઇ ગઇ છે. આમાંથી 70,626 લોકોના મોત થઇ ચૂક્યા છે. એક્ટિવ કેસોની સંખ્યા 8 લાખ 62 હજાર થઇ ગઇ છે, અને 31 લાખ 80 હજાર લોકો ઠીક થઇ ચૂક્યા છે. સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યાની સરખામણીમાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા લગભગ ત્રણ ગણી વધારે છે.
અત્યાર સુધી 4 કરોડ 88 લાખ સેમ્પલ ટેસ્ટ....
ICMR અનુસાર, કોરોના વાયરસના 54% મામલા 18 વર્ષથી 44 લાખની ઉંમરના લોકોના છે, પરંતુ કોરોના વાયરસથી થનારી 51% મોતો 60 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકોમાં થઇ છે. 5 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 4 કરોડ 88 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે, જેમાં 11 લાખ પેનલનુ ટેસ્ટિંગ કાલ કરવામાં આવ્યુ. પૉઝિટીવિટી રેટ 7 ટકાથી ઓછો છે.
કોરોના મામલે બ્રાઝિલથી આગળ નીકળ્યુ ભારત, દુનિયામાં બીજા નંબર પર પહોંચ્યુ,
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Sep 2020 11:44 AM (IST)
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંક્યા 41 લાખ 13 હજાર થઇ ગઇ છે. આમાંથી 70,626 લોકોના મોત થઇ ચૂક્યા છે. એક્ટિવ કેસોની સંખ્યા 8 લાખ 62 હજાર થઇ ગઇ છે, અને 31 લાખ 80 હજાર લોકો ઠીક થઇ ચૂક્યા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -