ભારતમાં સાત દિવસ( 4 થી 10 ઓગસ્ટ)માં કોવિડ-19ના કુલ 4,11,379 કેસ સામે આવ્યા છે. જ્યારે આ 6251 લોકોનું મૃત્યું થયું છે. આ સમયગાળા દરમિયાન અમેરિકામાં સંક્રમણના 3,69,575 કેસ સામે આવ્યા છે અને 7,232 ના મોત થયા છે. કોરોના મહામારીથી મરનારાઓની સંખ્યા મામલે અમેરિકા પ્રથમ સ્થાને છે, બ્રાઝીલની વાત કરીએ તે છેલ્લા એક અઠવાડિયામાં 3,04,535 નવા કેસ અને 7232 લોકોના મોત થયા છે.
24 દિવસમાં 22 લાખથી વધુ કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, સતત 4 દિવસથી 60 હજારથી વધુ કેસ સામે આવ્યા બાદ મંગળવારે આ સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો અને 52 હજારથી વધુ કેસ આવ્યા હતા, તેની સાથે દેશમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા 22.68 થઈ ગઈ. ભારતમાં કોરોનાના કેસ એક લાખ સુધી પહોંચવામાં 110 દિવસ લાગ્યા હતા અને તેના બાદ 59 દિવસમાં આ 10 લાખ આંકડાને પાર કરી ગયા, જ્યારે માત્ર 24 દિવસમાં જ 22 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં 70 ટકા દર્દીઓ કોરોના સંક્રમણમાંથી મુક્ત થયા છે. 16 લાખ 39 હજાર લોકો સ્વસ્થ થયા છે. જ્યારે46,091 લોકોનાં મૃત્યુ થઈ ગયું છે.
વર્લ્ડોમીટર અનુસાર ભારતમાં પ્રતિ 10 લાખ સેમ્પલની ટેસ્ટિંગ પર કોવિડ-19ના 18,300 કેસ સામે આવ્યા છે, જ્યારે અમેરિકા બ્રાઝિલમાં પ્રતિ 10 લાખ વસ્તી પર આ આંકડો ક્રમશ: 1,99,803 અને 62,200 છે.