સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર પ્રોટોકોલ પ્રમાણે દર વર્ષે ઇસ્લામાબાદમાં આવેલ ભારતીય હાઈ કમિશન દિવાળી પર મહત્ત્વની ઓફિસોમાં મીઠાઈ મોકલાવે છે. પાકિસ્તાનની ISIએ પહેલા પ્રોટોકોલનું સ્વાગત કરતાં મિઢાઈ સ્વીકારી પરંતુ બાદમાં તેને પરત મોકલી દીધી હતી. નોંધનીય છે કે, ISI પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી છે અને પાકિસ્તાનની સત્તા-રણનીતિમાં તેનો દબદબો છે.
ઇસ્લામાબાદમાં માત્ર ISI કે અન્ય અધિકારી જ નહીં પરંતુ બોર્ડર પર પાકિસ્તાની રેંજર્સે પણ આ વખતે ભારત દ્વારા અપાયેલી મીઠાઇ સ્વીકારી નથી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી જ બંને દેશોની વચ્ચે સ્થિતિ બરાબર નથી અને પાકિસ્તાન સતત ભારતની વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપવાનું કામ કરી રહ્યા છે.