- હોસ્પિટલની સંખ્યા - 740
- આઈસોલેશન બેડ - 6.56 લાખ
- સંક્રમિત દર્દી માટે બેડ - 3.05 લાખ
- શંકાસ્પદ દર્દી માટે બેડ - 3.51 લાખ
- ઓક્સીજવાળા બેડ - 99492
- ICU બેડ - 34076
કોરોના વાયરસ માટે ભારતની તૈયારી કેટલી છે? કેટલી છે હોસ્પિટલ અને આઈસોલેશન બેડ? જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 May 2020 08:20 AM (IST)
દેશમાં કુલ કોરોનાના દર્દીની સંખ્યા 83% માત્ર 6 રાજ્યોમાં છે. બાકીના 27 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં માત્ર 17 ટકા કેસ છે.
નવી દિલ્હીઃ ભારતમાં અત્યાર સુધી એક લાખથી વધારે લોકો જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ત્રણ હજારથી વધારે લોકો આ બીમારીને કારણે પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. પરંતુ સારી વાત એ છે કે, વાયરસને નિયંત્રણ કરવામાં ભારતનો રેકોર્ડ વિશ્વ કરતાં ઘણો સારો છે. વિશ્વના બાકી દેશોની તુલનામાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના કેસ એક જ દિવસમાં સૌધી વધારે 18મેના રોજ આવ્યા હતા. આ દિવસે 5242 નવા કોરોનાના કેસ સામે આવ્યા હતા. એક દિવસમાં સૌથી વધારે 5 મેના રોજ 194ના મોત થયા હતા. એક જ દિવસમાં સૌથી વધારે 94,671 ટેસ્ટ 13મેના રોજ થયા. કોરોના વિરૂદ્ધ ભારતની તૈયારી