Coronavirus New Cases:ભારતમાં કોરોનાના કેસ ફરીથી ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 હજારથી વધુ નવા કેસ (7240) નોંધાયા છે. આ સાથે 8 લોકોના મોત પણ થયા છે. ભારતમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં પાંચ લાખ (5,24,723) થી વધુ લોકોના મોત થયા છે. છેલ્લા બે દિવસથી કોરોનાના નવા કેસોની સંખ્યામાં 40 ટકાનો વધારો થઈ રહ્યો છે. જ્યાં ગઈ કાલે 5233 નવા કેસ નોંધાયા હતા ત્યાં આજે 7240 નવા કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 7240 નવા કેસ નોંધાયા છે, જે બાદ એક્ટિવય કેસની સંખ્યા વધીને 32 હજાર 490 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ મહિનાથી દેશમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, પરંતુ બુધવારે 93 દિવસ પછી એક દિવસમાં પાંચ હજારથી વધુ કેસ નોંધાયા હતા. હવે આજે આ આંકડો સાત હજારને વટાવી ગયો છે.
હાલમાં ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 32 હજાર (32,498) ને વટાવી ગઈ છે. કોવિડ કેસમાં વધારો થવા પાછળ ઓમિક્રોનના પેટા વેરિઅન્ટ BA.4 અને BA.5 હોવાનું માનવામાં આવે છે.
કોવિડના કેસ કેવી રીતે વધી રહ્યા છે તેનો અંદાજ ભૂતકાળના આંકડા પરથી લગાવી શકાય છે. 8 જૂને પાંચ હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. જ્યારે સાત જૂને લગભગ ચાર હજાર નવા દર્દીઓ મળી આવ્યા હતા. મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળમાં કોવિડના કેસ ફરી વધી રહ્યા છે, જેના કારણે નવા કેસોની સંખ્યા વધી રહી છે.
કુલ કેસઃ 4,31,97,522
એક્ટિવ કેસ: 32,498
કુલ રિકવરીઃ 4,26,40,301
કુલ મૃત્યુઃ 5,24,723
કુલ રસીકરણ: 1,94,59,81,691