Uddhav Thackeray to BJP: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર ભાજપ પર નિશાન સાધ્યું છે.  નુપુર શર્માના વિવાદ પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જ્યારે ભાજપે ભૂલ કરી છે તો દેશે શા માટે માફી માંગવી જોઈએ?


ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે એટલા પોકળ હિન્દુ સમર્થકો નથી કે અમે તમારી પાસેથી હિન્દુત્વ શીખીએ. ભાજપને પડકાર આપતાં તેમણે કહ્યું કે જો તમારામાં હિંમત હોય તો કાશ્મીર જઈને હનુમાન ચાલીસાનો પાઠ કરો. કાશ્મીરી પંડિતોનું રક્ષણ કરો. તેમણે કહ્યું કે મોહન ભાગવતે ભજવેલી ભૂમિકા સારી છે. દરેક મસ્જિદની નીચે શિવલિંગ શોધવાની જરૂર નથી.


ભાજપના નેતાઓ બેફામ નિવેદનો આપે છે


તેમણે કહ્યું કે હું ઉદ્ધવ ઠાકરે છું. મારા નામની આગળ બાળાસાહેબ છે, એટલા માટે તમે અહીં આવ્યા છો. તેમણે કહ્યું કે કોર્ટના આદેશ બાદ આજે રામ મંદિર ઉભું છે. ઉદ્ધવે કહ્યું કે અમારું હિન્દુત્વ રાષ્ટ્રવાદ છે. જો અમે અમારું સંયમ ગુમાવીશું, તો અમે તમારી ભાષામાં પણ ટીકા કરી શકીએ છીએ. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓ બેફામ નિવેદનો આપે છે.


ઉદ્ધવે કહ્યું કે બાળાસાહેબ ઠાકરેએ મુસ્લિમ હોવાના કારણે ક્યારેય તેમને તે સમુદાયને નફરત કરવાનું કહ્યું નથી. બાળાસાહેબ કહેતા હતા કે તમારો ધર્મ ઘરમાં રાખો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે આ જ સવાલ પૂછી રહ્યા છીએ. સંભાજીનગર ક્યારે બનશે? મારા પિતા બાળાસાહેબ ઠાકરે દ્વારા કરવામાં આવેલ વચન હું પૂર્ણ કરીશ. કેબિનેટમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. અમે એરપોર્ટનું નામ છત્રપતિ સંભાજી મહારાજ એરપોર્ટ રાખવા માટે કેન્દ્રને પ્રસ્તાવ મોકલ્યો છે. તો પછી કેમ કંઈ થતું નથી?


 


અમદાવાદઃ PSIની ભરતી પ્રક્રિયા અંગે થયેલી પિટિશનને હાઈકોર્ટે ફગાવી, જાણો હાઈકોર્ટે શું કહ્યું


IGNOU Admission 2022: MBA અને MCA માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ, આ સાઇટ પર જઈને કરાવો રજિસ્ટ્રેશન


Panchayat Secretary Recruitment 2022: પંચાયત સચિવના પદ પર અહીં નીકળી બંપર ભરતી, જાણો ઉંમર અને યોગ્યતા


Mithali Raj Retirement: ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની કરી જાહેરાત