હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ વર્લ્ડોમીટર પ્રમાણે, ભારતમાં 30 જૂનથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યાં સુધી કોરોના વાયરસના દૈનિક વૈશ્વિક કેસોમાં ભારતનો હિસ્સો 10.4 ટકા હતો. શનિવારે છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં 27,114 કેસ નોંધાયા હતા, જ્યારે વિશ્વમાં કુલ 2,14,741 કેસ નોંધાયા હતા. જે ભારતમાં નોંધાયેલા કેસની સંખ્યા 12.6 ટકા હોવાનું સૂચવે છે. પરંતુ છેલ્લા એક સપ્તાહથી સતત વધી રહેલા કેસના કારણે વિશ્વમાં નોંધાતા કોરોનાના કુલ કેસમાં ભારતનું પ્રમાણ 11 ટકાથી વધારે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, રવિવાર સવારે છેલ્લા 24 કલાકમાં 551 લોકોના મોત થયા છે અને 28,637 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 8,49,553 પર પહોંચી છે અને 22,674 લોકોના મોત થયા છે. 5,34,621 લોકો સાજા થઈ ગયા છે અને 2,92,553 એક્ટિવ કેસ છે.
દેશમાં સતત ત્રીજા દિવસે 26,000થી વધારે કોવિડ-19 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,46,600 પર પહોંચી છે અને દેશમાં તે ટોચ પર છે. જે પછી તમિલનાડુમાં 1,34,226, દિલ્હીમાં 1,10,921, ગુજરાતમાં 40,921, ઉત્તરપ્રદેશમાં 35,092, કર્ણાટકમાં 36,216 અને તેલંગાણામાં 33,402 કેસ નોંધાયા છે.
આ દિગ્ગજ અભિનેતાની માતાને થયો કોરોના, જાણો પરિવારમાં બીજા કોને કોને લાગ્યો ચેપ
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં આધાર કાર્ડ બતાવીને જ ખરીદી શકાશે કોરોનાની દવા, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય